Home /News /national-international /મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર ભાજપે આવી રીતે મેળવી સફળતા

મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર ભાજપે આવી રીતે મેળવી સફળતા

પ્રતિકાત્મક તસવીર

દેશમાં 29 લોકસભા બેઠકો એવી છે જેમાં મુસ્લિમ મતદાતાની વસતિ 40 ટકાથી વધુ છે. ભાજપે આ બેઠકો પર નોંધપાત્ર પ્રદર્શન કરતા 5 બેઠકો જીતી છે.

ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને દેશમાં ફરી પ્રચંડ બહુમતી સાથે મોદી સરકાર બનવા જઈ રહી છે. જોકે, એનડીએ અને ભાજપના વિજયની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમણે બિહાર, પશ્ચિમ બંગાળ, અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ મોટો જનાદેસ મેળવ્યો છે. આ સફળતાનું મૂલ્યાંકન કરતા જાણવા મળે છે કે મુસ્લિમ વસતિ અને મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતી બેઠકોમાં પણ ભાજપના વિજય થયો છે.

વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ દેશની 543 લોકસભા બેઠકો પર 29 બેઠકો એવી છે કે જ્યાં 40 ટકા મુસ્લિમ આબાદી છે. આ 29 લોકસભા બેઠકોમાંથી 27 બેઠકો પૈકીની 27 બેઠકો જમ્મુ-કાશ્મીર, આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં છે જ્યારે બે બેઠકો લક્ષ્યદ્વીપ અને તેલંગાણા હૈદરાબાદની છે. એ વાત સત્ય છે કે દેશની આઝાદી પછી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતિમાં એક રસપ્રદ બાબત એ પણ છે કે સંસદના 50 ટકાથી વધુ મુસ્લિમ સાંસદો આ 29 બેઠકોમાંથી ચૂંટાઈ આવે છે.

આ પણ વાંચો :  રાહુલે લીધી હારની જવાબદારી, મનમોહન-પ્રિયંકાએ રાજીનામું આપતા રોક્યા

આ વખતે 29 મુસ્લિમ બેઠકોમાંથી 5 પર ભાજપનો કબ્જો
આઝાદી બાદ યોજાયેલી ચૂંટણીઓમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીને આ મુસ્લિમ બેઠકો પર સારૂ પરિણામ મળ્યું છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 29માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો જોકે, વિજેતા ઉમેદવારમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નહોતો. ભાજપે આ સાત બેઠકોમાંથી 5 બેઠકો ઉત્તર પ્રદેશમાં જીતી હતી. કોંગ્રેસે આ 29 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં 6 બેઠકો પર જીત મેળવી હતી. અન્ય 16 બેઠકો વિવિધ સંગઠનોના ફાળે ગઈ હતી.

આ ચૂંટણીમાં ભાજપે 29 પૈકીની 5 બેઠકો પર જીત મેળવી છે જ્યાં મુસ્લિમોની વસતિ 40 ટકા છે. આ વખતે પણ વિજેતા થયેલા ઉમેદવારોમાં મુસ્લિમ ઉમેદવાર નથી. ગત ચૂંટણીની સરખામણીમાં ભાજપે બે બેઠકોનું નુકસાન ભોગવ્યું છે, જેનું કારણ સપા-બસપાનું મહાગઠબંધન છે.

આ પણ વાંચો :  NDAની બેઠકમાં આજે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

આ ઉપરાંત દેશની 19 લોકસભા બેઠકો એવી છે જેમાં મુસ્લિમ વસ્તિ 30-40 ટકા છે. જ્યારે 48 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ વસતિ 20-30 ટકા છે. કુલ 67 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોની હાજરી નોંધપાત્ર છે. આ બેઠકોમાં વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે 39 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. આ વખતે પણ ભાજપે આટલી બેઠકો જ જીતી છે.

26 મુસ્લિમ ઉમેદવાર એક પણ ભાજપનો નહીં
વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 22 મુસ્લિમ ઉમેદવાર લોકસભામાં પહોંચ્યા હતા. આ વખતે આ સંખ્યા 26એ પહોંચી છે. જોકે, આ સાંસદોમાં એક પણ ભાજપનો સાંસદ નથી. ભાજપે આ વખતે ફક્ત 6 મુસ્લિમ ઉમેદવારનો ટિકિટ આપી હતી.
First published:

Tags: Seats, Win, ભાજપ, મુસ્લિમ