ન્યૂઝ 18 ગુજરાતી: નોટબંધી બાદ ભાજપના કાર્યાલયમાંથી કાળા નાળાને બદલી દેવામાં આવ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કાયદાકીય સલાહ લઈ રહી છે અને આ ઘટનામાં સમાવિષ્ઠ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ કાયદાકીય પગલા ભરાશે. તેમણે કહ્યું કે જે વેબસાઇટના માધ્યમથી આ સ્ટિંગ ઑપરેશન રજૂ કરાયું તે વેબસાઇટ TNN વર્લ્ડ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પુરતી શરૂ કરાઈ હોવાનું જણાય છે. આ વેબસાઈટના પુરાવા ચકાસતા માલુમ પડ્યું કે તેનું રજિસ્ટ્રેશન કોઈ રોમન નાગરિકતા ધરાવતી મહિલાના નામે કરાયું છે અને વેબસાઈટની નોંધણી એક વર્ષ માટે જ કરાઈ છે.
નિર્મલા સીતારમણે કહ્યું, “અમે આ વેબસાઇટને ચકાસવાનો પ્રયાસ કર્યો છે. વેબસાઈટનું રજિસ્ટ્રેશન એક વર્ષ પૂરતું જ છે. કોંગ્રેસ પ્રેરિત વેબસાઈટ હોય તેવું લાગે છે. તમને ફેક્ટસ પણ મળી શકે છે. કોંગ્રેસ ષડયંત્રયુક્તચૂંટણી પ્રચાર કરી રહ્યું છે, તેમની પાસે ચૂંટણીનો કોઈ વિષય નથી. ચૂંટણી ઢંઢેરો નથી. દેશની સૌથી જૂની પાર્ટી જેમણે 60 વર્ષ સાશન કર્યુ તે હવે દેશમાં ષડયંત્રના આધારે ચાલી રહી છે. ”
તેમણે વધુમાં કહ્યું, “ભાજપ આ આક્ષેપો પર કાયદાકીય પગલા ભરશે અને અદાલતમાં ઢસડી જશે. અમે કોર્ટને કહીશુ કે કોંગ્રેસ રાજકીય અભિયાન ચલાવવાના બદલે ભાજપ વિરુદ્ધ ષડયંત્ર ઘડવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણી માટે આ પ્રકારની ટેકનોલોજી અને વેબસાઈટ તૈયાર કરી છે. અમે કોર્ટમાં જઈશું કોંગ્રેસ સહિત જે કોઈ લોકો સામેલ હશે તેની સામે પગલા ભરીશું.”
કેમ્બ્રીજ એનાલિટિકાના ભરોષે કોંગ્રેસ કેમ્બ્રિજ એનાલિટિકાના ભરોષે કામ કરી રહ્યું છે. સૌથી શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મેળવનાર ગુલામ નબી આઝાદ, સૌથી શ્રેષ્ટ ગ્રાઉન્ડ વર્ક કરનાર મલ્લિકાર્જુન ખડગે, લોહિયાના શિષ્ય શરદ યાદવ સૌ સાથે મળી ષડયંત્ર ઘડી રહ્યાં છે. મોટા માથાઓ ષડયંત્ર ઘડી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર