Home /News /national-international /BJP અનામત ખતમ કરશે નહીં, અને કોઈને કરવા દેશે નહીં : અમિત શાહ

BJP અનામત ખતમ કરશે નહીં, અને કોઈને કરવા દેશે નહીં : અમિત શાહ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)

    ભાજપા અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ અને નોકરીઓમાં એસી-એસટી સમુદાયોની અનામતની નીતિને ક્યારે પણ રદ નહીં કરે અને કોઈને કરવા પણ નહીં દે. ભવાનીપટનામાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, આરક્ષણ નીતિને કોઈ પણ બદલવાની હિમ્મત નથી કરી શકતુ, જેને ડો. બાબા સાહેબ આંબેડકરે નક્કી કર્યું છે.

    વિભિન્ન દલિત સંગઠનોના એસસી-એસટી અધિનિયમને કથિતરૂપે કમજોર કરવાના વિરુદ્ધમાં આયોજિત રાષ્ટ્રવ્યાપી બંધ સમયે હિંસામાં લગભગ એક ડઝનથી વધારે લોકોના મોતને લઈ અમિત શાહે કોંગ્રેસ અને વિપક્ષીદળોને જવાબદાર ઠેરવ્યા છે.

    તેમણે કહ્યું કે, બંધનું આહ્વાહન કેમ કરવામાં આવ્યું, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે, ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરુદ્ધ સરકાર પુનવિચાર અરજી કરશે. બંધ સમયે દસ લોકો માર્યા ગયા. કોંગ્રેસ અને બીજા વિપક્ષીદળ આ 10 લોકોના મોતના જવાબદાર છે.

    મીડિયા અને સોશિયલ મીડિયામાં ભાજપા દ્વારા આરક્ષણ પાછુ લેવા સંબંધીત ચલાવવામાં આવી રહેલ ખોટા અભિયાન મુદ્દે અમિત શાહે કહ્યું કે, હું આ જનસભામાં આટલા લોકોની ઉપસ્થિતિમાં એ સ્પષ્ટતા કરૂ છું કે, ભાજપ આરક્ષણ પાચુ લેવા નથી જઈ રહી, અને કોઈને તેવું કરવા પણ નહીં દે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હવાલો આપતા ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, ભારતના સંવિધાનમાં અમને પૂર્ણ વિશ્વાસ છે. બી.આર. આંબેડકરના સંવિધાનમાં નક્કી કરેલ આરક્ષણ નીતિમાં થોડો પણ બદલાવ નહીં કરવામાં આવે. કોઈ તેને બદલવાની હિમ્મત પણ નથી કરે. ભાજપા કોઈને પણ આરક્ષણ નીતિમાં ફેરફાર કરવાની મંજૂરી પણ નહીં આપે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amit shah, Bjp president, Not, Says, અનામત, ભાજપ

    विज्ञापन
    विज्ञापन