Home /News /national-international /

BJP અધ્યક્ષ તરીકે આજે થઈ શકે છે જેપી નડ્ડાની તાજપોશી, અમિત શાહનું લેશે સ્થાન

BJP અધ્યક્ષ તરીકે આજે થઈ શકે છે જેપી નડ્ડાની તાજપોશી, અમિત શાહનું લેશે સ્થાન

અમિત શાહ અને જે.પી. નડ્ડા (ફાઇલ તસવીર)

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા અમિત શાહનું લેશે સ્થાન, RSSના પણ વિશ્વસનીય

    નવ‍ી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીનિયર નેતા જે.પી. નડ્ડા (Jagat Prakash Nadda) આજે બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહેલા જે.પી. નડ્ડાનું આ પદ પર બિનહરીફ ચૂંટાઈ જવાની આશા છે. બીજેપીના અધ્યક્ષ પદ માટે લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ની પસંદ તરીકે નડ્ડાને જોવામાં આવી રહ્યા છે.

    બીજેપીમાં હંમેશાથી જ અધ્યક્ષ પદની ચૂંટણી સામાન્ય સહમતિ અને કોઈ મુકાબલા વગર થાય છે એવામાં ઘણી ઓછી શક્યતા છે કે આ વખતે પણ પાર્ટીની પરંપરામાં કોઈ ફેરફાર જોવા મળે. નવા અધ્યક્ષની ચૂંટણીની સાથે જ પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ વર્ષથી વધુનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ જશે. નોંધનીય છે કે, અમિત શાહના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ બીજેપી માટે ચૂંટણીને દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો.

    જુલાઈમાં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા

    મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ બીજેપીએ તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાની કવાયત શરૂ કરી દીધી હતી કારણ કે પાર્ટીમાં એક વ્યક્તિ એક પદની પરંપરા રહી છે. નડ્ડાને ગયા વર્ષે જુલાઈમાં કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે એ વાતનો સંકેત હતો કે, હિમાચલ પ્રદેશથી બીજેપીના નેતા સંગઠનના ઉચ્ચ પદ માટે સંભવિત પસંદ છે.

    લોકસભા ચૂંટણીમાં UPની કમાન મળી હતી

    નડ્ડા 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2019)માં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનના પ્રભારી હતી. બીજેપીએ ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા સીટોમાંથી 62 પર જીત નોંધાવી હતી. સામાન્ય ચૂંટણીમાં બીજેપી માટે મહત્વપૂર્ણ રાજ્ય સંભાળવા ઉપરાંત નડ્ડા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી હતા. તેઓ સંસદીય બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વસનીય છે નડ્ડા

    હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના એક બ્રાહ્મણ પરિવારથી આવનારા જે.પી. નડ્ડા પાર્ટીની મોટા નેતાઓમાં ગણતરી થાય છે. નડ્ડા ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો વિશ્વસનીય ચહેરો માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકાર (Modi Government)ના કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા 58 વર્ષીય નડ્ડા પોતાની લૉ-પ્રોફાઇલને કાયમ રાખવાના કારણે કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

    આ પણ વાંચો, બાંગ્લાદેશમાં ભણતી દવિન્દરની દીકરીઓ માટે ISI કરી રહ્યું છે ફંડિંગ, NIAની તપાસ તેજ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: JP Nadda, RSS, અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन