કોલકાતામાં અમિત શાહે કહ્યું- પશ્ચિમ બંગાળમાં બે-તૃતીયાંશથી બનશે BJPની સરકાર

કોલકાતામાં અમિત શાહે કહ્યું- પશ્ચિમ બંગાળમાં બે-તૃતીયાંશથી બનશે BJPની સરકાર
બંગાળમાં મમતા બેનર્જીની સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે- ગૃહ મંત્રી અમિત શાહ

બંગાળમાં મમતા બેનર્જીની સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે- ગૃહ મંત્રી અમિત શાહ

 • Share this:
  કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ના પશ્ચિમ બંગાળ (West Bengal)ના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રીના આ પ્રવાસને આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીની શરૂઆત માનવામાં આવી રહી છે. અમિત શાહે પહેલા દિવસે બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પીત કરી. આ દરમિયાન તેઓએ મમતા સરકાર (Mamata Banerjee Government) પર ગરીબો સુધી યોજનાઓનો ફાયદો નહીં પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ચતુર્ડિહી ગામ જશે, જ્યાં તેઓ આદિવાસી પરિવારને ત્યાં ભોજન લેશે. શુક્રવારે પણ અમિત શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે.

  દિવંગત બીજેપી નેતાના પરિજનોને મળ્યા  કોલકાતા પહોંચ્યા બાદ અમિત શાહ પૂર્વ મિદનાપુરના પટાસપુરના બીજેપી બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઈના પરિજનોને મળ્યા. ગૃહ મંત્રીએ આ મુલાકાતની જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે.

  આ પણ વાંચો, US Election: કચ્છી મૂળના નીરજ અંતાણીએ મેળવી સિદ્ધિ, ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

  બંગાળમાં બહુમત સાથે સરકાર રચવાનો કર્યો દાવો

  બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ કર્યા બાદ અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં નારાજગી છે. જે રીતે દમન ચક્ર બીજેપી કાર્યકર્તાઓ ઉપર મમતા સરકારે ચલાવ્યું છે, હું નિશ્ચિત રીતે જોઈ રહ્યો છું કે મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે. આવનારા દિવસોમાં અહીં બીજેપીની બે-તૃતીયાંશ બહુમતની સરકાર બનવા જઈ રહી છે.

  આ પણ વાંચો, દિવાળી પહેલા બનો લખપતિ, આ 1 રૂપિયાની નોટ આપને કરશે માલામાલ!

  બાંકુરામાં અમિત શાહે મમતા બેનર્જીની સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા. તેઓએ કહ્યું કે, હું લોકોની આંખોમાં પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની આશા જોઈ રહ્યો છું. આ બધું માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ શક્ય છે. તેઓએ કહ્યું કે મમતા સરકાર ગરીબો સુધી કેન્દ્ર સરકારની 80થી વધુ સ્કીમોને પહોંચવા નથી દેતી.
  Published by:Mrunal Bhojak
  First published:November 05, 2020, 13:38 pm