કેન્દ્રીય મંત્રીનો દાવો- મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિનામાં BJP સરકાર બનાવી લેશે

રાવસાહેબ દાનવેએ કહ્યું કે, બીજેપી કાર્યકર્તાઓને એવું ન વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રમાં આપણી સરકાર નહીં બની શકે

રાવસાહેબ દાનવેએ કહ્યું કે, બીજેપી કાર્યકર્તાઓને એવું ન વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રમાં આપણી સરકાર નહીં બની શકે

 • Share this:
  ઔરંગાબાદઃ બીજેપી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે (Raosaheb Danve)એ સોમવારે દાવો કર્યો કે પાર્ટી મહારાષ્ટ્ર (Maharashtra)માં આગામી બેથી ત્રણ મહિનામાં સરકાર બનાવી લેશે અને તેના માટે બીજેપીએ તૈયારી કરી લીધી છે. રાવસાહેબ દાનવેએ આ દાવો પાર્ટી કાર્યકર્તાઓ સાથેની એક બેઠકને સંબોધિત કરતાં કર્યો.

  રાવસાહેબ દાનવેએ કહ્યું કે, બીજેપી કાર્યકર્તાઓને એવું ન વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રમાં આપણી સરકાર નહીં બની શકે. આપણે આગામી બે-ત્રણ મહિનામાં અહીં સરકાર બનાવીશું. અમે તેની પર કામ કર્યું છે. અમે (વિધાન પરિષદ ચૂંટણી)ને ખતમ થવાની રાહ જોઈ રહ્યા છીએ.

  આ પણ વાંચો, ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીએ કોરોનાનો સામનો કરવા શું કર્યા ઉપાય? સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

  ઉલ્લેખનીય છે કે, ઠીક એક વર્ષ પહેલા બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા અજિત પવારનું સમર્થન લઈને રાજ્યમાં સરકાર બનાવી હતી જે થોડો સમય જ રહી હતી અને આજે એક વર્ષ બાદ આ જ દિવસે દાનવેનું આ નિવેદન સામે આવ્યું છે. ગયા વર્ષે આ જ તારીખે મુંબઈમાં રાજભવન ખાતે ફડણવીસ અને પવારે ક્રમશઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે આ સરકાર માત્ર 80 કલાક જ ચાલી શકી હતી.

  આ પણ વાંચો, Cyclone Nivar: આવી રહ્યું છે ‘નિવાર’ વાવાઝોડું, NDRFએ 30 ટીમોને કરી તૈનાત

  આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ઔરંગાબાદમાં પત્રકારોને કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી (MVA) સરકાર તૂટે છે તો તેના સ્થાન પર આવનારી સરકારનો શપથ સમારોહ વહેલી સવારે નહીં હોય જેમ એક વર્ષ પહેલા થયો હતો. તેઓએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને યાદ રાખવાની જરૂર નથી.
  Published by:Mrunal Bhojak
  First published: