Home /News /national-international /તેલંગણાના રણમાં કૂદ્યા અમિત શાહ, કહ્યું - તમામ સીટ પર BJP એકલી ચૂંટણી લડશે

તેલંગણાના રણમાં કૂદ્યા અમિત શાહ, કહ્યું - તમામ સીટ પર BJP એકલી ચૂંટણી લડશે

બીજેપી અધ્યક્ષે કહ્યું કે, પોતાના પરિવારને આગળ વધારવા માટે કે. ચંદ્રશેખર રાવે નવ મહિના પહેલા જ જનતા પર ચૂંટણી થોપી દીધી છે

બીજેપી અધ્યક્ષે કહ્યું કે, પોતાના પરિવારને આગળ વધારવા માટે કે. ચંદ્રશેખર રાવે નવ મહિના પહેલા જ જનતા પર ચૂંટણી થોપી દીધી છે

    ભારતીય જનતા પાર્ટી તેલંગણામાં તમામ સીટ પર ચૂંટણી લડશે અને કોઈ અન્ય દળ સાથે ગઠબંધન નહી કરે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ જાહેરાત કરી છે. હૈદરાબાદમાં એક સંવાદદાતા સમ્મેલનમાં શાહે કહ્યું કે, બીજેપી તેલંગણાની તમામ બેઠક પર ચૂંટણી લડશે અને રાજ્યમાં મોટી તાકાત બનીને બહાર આવશે.

    શાહે કહ્યું કે, રાવ પહેલાથી જ એક દેશ એક ચૂંટણીને સમર્થન આપી ચુક્યા છે, પરંતુ હવે તેમનો ઈરાદો બદલાઈ ગયો છે. તેલંગણા જેવા નાના રાજ્ય માટે તે ઈચ્છે છે કે, બે ચૂંટણી પાછળ ખર્ચ થાય. આ તેલંગણાની જનતા પર ભાર છે.

    બીજેપી અધ્યક્ષે કહ્યું કે, પોતાના પરિવારને આગળ વધારવા માટે કે. ચંદ્રશેખર રાવે નવ મહિના પહેલા જ જનતા પર ચૂંટણી થોપી દીધી છે. શાહે કહ્યું કે, શું અલ્પસંખ્યકો માટે બાર ટકાનું અનામત તૃષ્ટીકરણની રાજનીતિ નથી? તે જાણે છે કે, આપણું સંવિધાન ધર્મ આધારિત અનામતની મંજૂરી નથી આપતું.

    શાહે આરોપ લગાવ્યો કે, કેસીઆરની તંલંગણા રાષ્ટ્ર સમિતી, ઓલ ઈન્ડીયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (એઆઈએમઆઈએમ) અને વામદળોની આજ્ઞા પર કામ કરે છે. જો આ સરકાર ફરીથી પાછી આવી તો, રાજ્યમાં વોટ બેન્કની નીતિ ચાલુ જ રહેશે.

    પેટ્રોલ-ડિઝલની કિંમતો પર બોલતા શાહે કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય તણાવના કારણથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી છે. ચીન અને અમેરિકાના ટ્રેડ વોરના ચાલતા તેલની કિંમતો વધી છે. સરકાર ટુંક સમયમાં આ કિંમતોને ઓછી કરવા માટે પ્રયાસ કરશે.

    પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, તેલંગણાના વિકાસ માટે કોઈ પણ સરકારની મદદ કરી શકીએ છીએ.

    ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ શનિવારે મહબૂબ નગરમાં જનસભાને સંબોધિત કરવાની સાથે તેલંગણામાં વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ભાજપાના રાજ્ય અધ્યક્ષ લક્ષ્મણે શુક્રવારે જણાવ્યું કે, પોતાની એક દિવસની યાત્રામાં અમિત શાહ મહબૂબનગર માટે રવાના થયા પહેલા શહેરના જૂના વિસ્તારમાં સ્થિત મહાકાલીની પૂજા અર્ચના કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amit shah, Fight, Hyderabad, Says, ભાજપ

    विज्ञापन
    विज्ञापन