નવી દિલ્હી : વરિષ્ઠ કોંગ્રેસ Congress) નેતા વીરપ્પા મોઇલીએ (M.Veerappa Moily) જી-23ના નેતાઓને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)મોદી યુગ પછી વિખરાઇ જશે. ભાજપા અને અન્ય દળો આવતા જતા રહેશે પણ કોંગ્રેસ હંમેશા બની રહેશે. તેમણે પાર્ટી નેતાઓને ધીરજ રાખવા અને એકજુટ બન્યા રહેવા કહ્યું છે. જોકે પાંચ રાજ્યોમાં કારમાં પરાજય પછી કોંગ્રેસમાં મતભેદ ચાલી રહ્યા છે અને જી-23ના નેતાઓ પણ મોટા ફેરકારની માંગણી કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા વીરપ્પા મોઇલીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ ગભરાવવું જોઈએ નહીં, એકજુટ રહેવું જોઈએ. આપણે દલિતો પ્રત્યે પ્રતિબદ્ધ હોવું જોઈએ અને આશા ખોવી જોઈએ નહીં. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સુધાર ઇચ્છે છે. જી-23 નેતા પાર્ટી હાઇકમાન્ડને નિશાન બનાવી રહ્યા છે. જેનાથી પાર્ટી નબળી થાય છે.
Just because we're not in power Congress leaders or workers should not panic. BJP and other parties are transit passengers, they'll come & go, it's the Congress that'll remain here. We should be committed to the downtrodden & need not lose hope: Congress leader M.Veerappa Moily pic.twitter.com/RmeZeDPrCE
તેમણે કહ્યું કે પાછા સત્તામાં આવવા માટે પાર્ટી નેતાઓએ પોતાના એટીટ્યૂડમાં ફેરફાર કરવો પડશે. વીરપ્પા મોઇલીનું આ નિવેદન ગુલામ નબી આઝાદને ઘરે થયેલી જી-23 નેતાઓની મિટિંગ પછી આવ્યું છે. મોઇલીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા રહેનારી પાર્ટી છે. ઘણા દળ આવ્યા અને જતા રહ્યા છે. મોઇલીએ આને લઇને કોંગ્રેસ નેતા અને દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના નિવેદનનું ઉદાહરણ પણ આપ્યું હતું.
મોઇલીએ જણાવ્યું કે એક સમયે જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે જો કોંગ્રેસ ગરીબો અને પછાત માટે કામ કરવાનું બંધ કરી દેશે તો આ ખતમ થઇ જશે. આપણે આ લોકો માટે કામ કરવાનું છે અને આશા ગુમાવવાની નથી. મોઇલીએ કહ્યું કે કોંગ્રેસને મજબૂત કરવાનો સમય છે. કોંગ્રેસ હંમેશા રહેશે તેના નેતાઓને એકજુટ અને ધૈર્ય રાખવું પડશે.
કોંગ્રેસનાં ખરાબ પ્રદર્શનના કારણે જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ પણ તેમાં સામેલ છે. કોંગ્રેસમાં સુધારાની માંગણી કરનારા ગ્રુપ 23નાં નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલાં એવાં નેતા છે જે ખુલીને સોનિયા ગાંધીને પદ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસનાં નેતૃત્વનો ભાર છોડી દેવો જોઇએ. અને કોઇ અન્ય નેતાને દાયિત્વ સોંપવું જોઇએ. કપિલ સિબ્બલે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ કોયલની ધરતી (એટલે કે તેમને લાગે છે કે બધુ જ ઠીક છે, જ્યારે વાસ્તવિકતા તેનાંથી અલગ છે.) માં જીવી રહી છે. 8 વર્ષથી પાર્ટીનું સતત પતન થઇ રહ્યું છે છતાં પણ તે ચેતતાં નથી. આ કોંગ્રેસ માટે દુર્ભાગ્યની વાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર