બીજેપીની વેબસાઇટ હૅક, પાર્ટીએ લખ્યું, 'We Will Be Back Soon'

News18 Gujarati
Updated: March 5, 2019, 1:19 PM IST
બીજેપીની વેબસાઇટ હૅક, પાર્ટીએ લખ્યું, 'We Will Be Back Soon'
સ્ક્રિનશોટ

બીજેપીની વેબસાઇટ ઓફલાઇન થયા બાદ પાર્ટીએ પોસ્ટ કરીને લખ્યું કે, વેબસાઇટને મેઇન્ટેનન્સ કામ ચાલી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : ઇન્ટરનેટ સર્ફ કરનારા ઘણા લોકોએ આજે સવારે ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ નહીં ખુલતી હોવાનું અનુભવ્યું હતું. અનેક લોકોએ દાવો કર્યો છે કે બીજેપીની વેબસાઇટને હૅક કરી લેવામાં આવી છે. જોકે, કોઈએ આ અંગેની જવાબદારી લીધી નથી.

કોંગ્રેસનું ટ્વિટર હેન્ડલ સંભાળતા દિવ્યા સ્પન્દનાએ ટ્વિટ કરીને બીજેપીની વેબસાઇટ ડાઉન (બંધ) હોવાનું જણાવ્યું હતું. દિવ્યાએ નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની મુલાકાતની એક જૂની તસવીરનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો.

દિવ્યા સ્પન્દનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "જો તમે આ સમયે બીજેપીને વેબસાઇટ નથી જોઈ તો તમે ઘણું મિસ કરો છો."


Loading...

આ સ્ટોરી લખવામાં આવી રહી હતી ત્યારે પણ બીજેપીની વેબસાઇટ બંધ હતી. વેબસાઇટ ઓપન કરતા તેના પર એવો સંદેશ આવી રહ્યો હતો કે, "અમે ઝડપથી પરત ફરીશું...તમને જે અગવડતા પડી તેના બદલ માફી માંગીએ છીએ. અમે મેઇન્ટેન્સ કામ કરી રહ્યા છીએ. અમે બહુ ઝડપથી ઓનલાઇન આવીશું. - વેબ એડમિન"
First published: March 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...