બીજેપી 'મુસ્લિમ મુક્ત' તથા RSS 'દલિત મુક્ત ભારત' ચાહે છે: ઓવૈસી

News18 Gujarati
Updated: January 23, 2018, 10:55 AM IST
બીજેપી 'મુસ્લિમ મુક્ત' તથા RSS 'દલિત મુક્ત ભારત' ચાહે છે: ઓવૈસી

  • Share this:
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસરુદ્દીની ઓવૈસીએ બીજેપી અને આરએસએસ પર પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે બીજેપી મુસ્લિમ મુક્ત ભારત ચાહે છે તથા રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) દલિત મુક્ત ભારત ચાહે છે.

દલિતો અને મુસ્લિમોને અપીલ કરતાં ઓવૈસીએ કહ્યું કે, મુસ્લિમો અને દલિતોએ હવે જાગવુ પડશે કારણ કે બીજેપી આ દેશને મુલ્સિમ મુક્ત ભારત બનાવવા માંગે છે અને રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) દલિત મુક્ત ભારત ચાહે છે.

અહીંયા 'મીમ' અને 'ભીમ' પોતાના જુના નારાને દોહરાવતા કહ્યું કે, હું દલિતોને પણ કહેવા માંગુ છું કે તમારો ગરીબ ભાઈ તમારી સાથે છે. જણાવી દઈએ કે ઓવૈસીએ મીમ એટલે મુસ્લિમ માટે જ્યારે ભીમ દલિતો માટે ઉપયોગ કર્યો છે.

ઓવૈસીએ ત્રણ તલાક પર રોકવાના હેતુથી લવાયેલ કાયદાને કારણે મોદી સરકારની પણ આલોચના કરી હતી. તેણે કહ્યું કે આ કાયદાનો અર્થ મુસ્લિમ છોકરાઓને જેલમાં બંધ કરવાનો છે અને મુસ્લિમ મહિલાઓને રોડ પર લાવવાનો છે. આ સાથે તેણે કહ્યું કે મહિલાઓને ઈન્સાફ અપાવવાની વાત તો માત્ર એક બહાનું છે. તેમણે કહ્યું કે જો મિસ્ટર મોદી સાચે જ ઈન્સાફ કરવા માંગે છે તો આવનાર બજેટમાં 2 હજાર કરોડનું એક બજેટ બનાવો અને કહો કે જો કોઈ મુસ્લિમ માણસ પોતાની પત્નીને તલાક આપે છે તો દરેક મહિને 15 હજાર રૂપિયા આપીશુ.
First published: January 23, 2018, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading