મુસ્લીમ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે BJP: અસદુદ્દીન ઓવૈસી

News18 Gujarati
Updated: November 8, 2018, 4:45 PM IST
મુસ્લીમ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે BJP: અસદુદ્દીન ઓવૈસી
ફાઈલ ફોટો

આ પહેલા પણ ઓવૈસી બીજેપી વિરુદ્ધ આવા તીખા પ્રહાર કરી ચુક્યા છે.

  • Share this:
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા જ એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ધ્રુવીકરણ કરવાની કોશિસ કરી છે. બીજેપી પ્રેસિડન્ટ અમિત શાહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બીજેપી મુસ્લિમ મુક્ત ભારત બનાવવાનું ઈચ્છી રહી છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિસ કરવામાં આવી રહી છે. તેલંગણામાં એક રેલીને સંબોધિત કરતા ઓવેસીએ આ નિવેદન આપ્યું છે.

અહીં બુધવારે ઓવૈસીએ કહ્યું કે, અમિત શાહ આવીને તેલંગણામાં બોલે કે હૈદરાબાદને મજલિસથી મુક્ત કરીશ. કેવું મુક્ત કરશો તમે ક્યાંથી મુક્ત કરશો? તમે મજલિસ મુક્ત નહી પરંતુ ભારતમાંથી મુસલમાનોને મુક્ત કરવા માંગો છો. ભારતમાં મુસલમાનોનો સર્વનાથ કરવા માંગો છો.

ફાઈલ ફોટો


ઓવૈસીએ આરોપ લગાવ્યો કે બીજેપી કોંગ્રેસ મુક્ત નહી પરંતુ મુસ્લીમ મુક્ત ભારત બનાવવા માંગે છે. આ પહેલા પણ ઓવૈસી બીજેપી વિરુદ્ધ આવા તીખા પ્રહાર કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ તેલંગણામાં પહેલી વખત ચૂંટણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં TRSની સરકાર છે.
First published: November 8, 2018, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading