ટ્વિટ પર ઘેરાયા રાહુલ ગાંધી, સીએમ રૂપાણીએ કહ્યું - ગુજરાતની પહેલ ને પોતાનું નામ ન આપે

ટ્વિટ પર ઘેરાયા રાહુલ ગાંધી, સીએમ રૂપાણીએ કહ્યું - ગુજરાતની પહેલ ને પોતાનું નામ ન આપે

બીજેપીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ નિવેદન પર પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે ક્ષેત્રિય વિકાસ માટે ‘એક જિલ્લા, એક ઉત્પાદન’ની સલાહ આપી હતી

 • Share this:
  નવી દિલ્હી : બીજેપીએ (BJP) શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના એ નિવેદન પર પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે ક્ષેત્રિય વિકાસ માટે ‘એક જિલ્લા, એક ઉત્પાદન’ની સલાહ આપી હતી. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કર્યું કે આ સારો વિચાર છે. મેં થોડા સમય પહેલા તેની સલાહ આપી હતી. આ લાગુ કરવા માટે માનસિકતાને પુરી રીતે બદલવાની જરૂરી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં બીજેપી શાસિત હિમાચલ પ્રદેશમાં ઉદ્યોગ વિભાગ દ્વારા સુક્ષ્મ અને લધુ ઉદ્યમો માટે કેન્દ્ર પ્રાયોજિત સમૂહ વિકાસ કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં એક ઉત્પાદનની પસંદ કરવા માટે સર્વેક્ષણ કરવા સંબંધી ખબરને પણ ટેગ કરી છે.

  રાહુલના આ ટ્વિટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)એ કહ્યું કે રાહુલ જી, ગુજરાતની પહેલની નકલ કરવી અને તેને પોતાનો વિચાર બતાવી વેચવી તમારી બુદ્ધિમાની દર્શાવતી નથી. હું તમારી પાસે દરેક બાબતમાં જ્ઞાન રાખવાની અપેક્ષા તો રાખતો નથી પણ તમારા સ્ક્રીપ્ટ લેખકોને આ વાત સારી રીતે જાણવી જોઈએ. વિજય રૂપાણીએ 2016માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદી બેન પટેલ દ્વારા કરેલા એક ટ્વિટને પણ ટેગ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે એક ગામ એક ઉત્પાદનની અવધારણાની શરુઆત કરવામાં આવશે.

  આ પણ વાંચો - અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા


  બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કરતા કહ્યું કે અમારી સરકારે એક જિલ્લા એક ઉત્પાદનનો મંત્ર આપ્યો હતો અને તેને જમીની સ્તર પર મૂળરૂપ આપવાનું બીડુ ઉઠાવ્યું હતું. તેમણે કહ્યું કે આ યોજના આજે કોરોના વાયરસના સંકટના ગાળામાં સ્થાનીય સ્તર પર રોજગાર આપવા માટે રામબાણ સિદ્ધ થઈ રહી છે.

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શું તે ક્યારેય પોતાની બાળકો જેવી હરકતોથી બહાર આવશે. કદાચ તેમની યાદશક્તિ નબળી થઈ ગઈ છે. થોડો ભાર આપો તો યાદ આવી જાય. ભાજપાના 2017 વિધાનસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં દરેક જિલ્લામાં સ્થાનીય ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી હતી. આજે આ યોજના નાના ઉદ્યોગો અને સ્થાનીય કામદારો માટે વરદાન સાબિત થઈ રહી છે.
  Published by:Ashish Goyal
  First published: