ન્યૂઝ 18 ગુજરાતી: 6 દિવસથી સરકારની વિરુદ્ધ વિવિધ માંગણીઓને લઈને રાલેગણ સિદ્ધીમાં અનશન પર બેસેલા અન્ના હઝારેએ જણાવ્યું હતું કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે મારો ઉપયોગ કર્યો હતો.
અન્નાએ જણાવ્યું હતું,“ભાજપે મારો ઉપયગો કર્યો હતો તે સૌ કોઈ જાણે છે, લોકપાલ બિલ લાગુ કરવાની લડત મારી હતી, જેના કારણે ભાજપ અને આપ સત્તા પર આવી હતી. હવે મને તેમના માટે કોઈ સન્માન નથી રહ્યું. ”
વડા પ્રધાન મોદીના નેતૃત્વની સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. દેશમાં આ સરકાર આપદુખશાહી સ્થાપવા માંગે છે. અન્નાએ જણાવ્યું,“આખરે ક્યાં સુધી આવું ચાલશે. મહારાષ્ટ્ર સરકાર જુઠ્ઠો પ્રચાર કરી રહી છે કે મારી 90 ટકા માંગણીઓ સંતોષી લેવાઈ છે, જે ખોટી વાત છે. રાજ્ય સરકાર કહે છે કે કેન્દ્ર સરકારના મંત્રી આવશે અને મારી સાથે વાટાઘાટો કરશે, પરંતુ કોઈ આવ્યું નથી.”
ઉલ્લેખનીય છે કે અન્ના હઝારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ મંચથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ આવે તો તેમનું સ્વાગત છે પરંતુ હું તેમને મંચ પર સ્થાન નહીં આપું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર