કોંગ્રેસનો મંત્ર 'ભાગલા પાડો અને રાજ કરો', BJPનો મંત્ર 'સબકા સાથ, સબકા વિકાસ': મોદી

News18 Gujarati
Updated: October 11, 2018, 8:11 AM IST
કોંગ્રેસનો મંત્ર 'ભાગલા પાડો અને રાજ કરો', BJPનો મંત્ર 'સબકા સાથ, સબકા વિકાસ': મોદી
તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું કામ જ છે તોડો, વહેંચો અને એકબીજાને લડાવો

તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું કામ જ છે તોડો, વહેંચો અને એકબીજાને લડાવો

  • Share this:
ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાને લઈ કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો મંત્ર છે 'ભાગલા પાડો અને રાજ કરો, જ્યારે BJPનો મંત્ર છે 'સબકા સાથ, સબકા વિકાસ'. કોઈનું નામ લીધા વગર તેમણે એ પણ કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તો આવી વસ્તુને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ મેરા બૂથ, સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ રાયપુર, મૈસુર, ધોલપુર, દમોહ અને આગરાના બીજેપી કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદી એપ દ્વારા સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ આજ દીન સુધી ભાગલા પાડો અને રાજ કરો પર અમલ કર્યો છે. નાની-નાની વાતો પર લોકોને ભડકાવી ઉલ્લૂ સીધો કરવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, ત્યારે બીજેપીના કાર્યકર્તાઓમાં એવો ભાવ હોય છે કે, દેશ કોઈ પણ હિસાબે વહેંચાવો ના જોઈએ. મોદીએ કહ્યું કે, બીજેપીનો મંત્ર છે સબકા સાથ, સબકા વિકાસ અને સર્વજન હિતાય, સર્વજન સુખાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુખ વહેંચવાથી વધે છે. આ આપણી સંસ્કૃતિમાં છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને દેશની સંસ્કૃતિ સાથે કોઈ લેવા નથી. અમે સુખ વહેંચીએ છીએ, તે સમાજ વહેંચવાવાળા છે. આપણું સપનું સુખ વહેંચીને કોઈની જિંદગીમાં સુખ લાવવાનો પ્રયાસ કરવાનું . ત્યારે કોંગ્રેસનું સપનું સમાજ વહેંચીને ખુદના પરિવારનું ભલુ કરવાનું છે.

તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું કામ જ છે તોડો, વહેંચો અને એકબીજાને લડાવો.

પ્રદાનમંત્રીએ કહ્યું કે, જ્યારે અટલ બિહારી બાજપાયીની સરકાર હતી ત્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ ત્રણ રાજ્ય બન્યા અને શાંતી પૂર્ણ રીતે બન્યા. તેમણે આરોપ લગાવ્યો કે, તેમણે તેલંગણા બનાવ્યું અને એવી રીતે બનાવ્યું કે, એક જ વિસ્તારના લોકો એકબીજાના દુશ્મન બનાવી દીધા.મોદીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ નિત્ય નૂતન ચિર પુરાતન છે. ભારત પાસે એવી સંસ્કૃતિ વિરાસત છે, જેની આવશ્યકતા પૂરી દુનિયાને છે. દુનિયાની સામે આવેલા પડકારો વચ્ચે જીવન જીવવાની કળા શિખવાડે છે આપણી સંસ્કૃતિ એક આશાની કિરણ છે.
First published: October 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading