ફ્લાઈટથી બેંગલુરુ પહોંચ્યા BJPના કેન્દ્રિય મંત્રી, ક્વોરન્ટાઈનના નિયમો તોડ્યા, 'કહ્યું હું મંત્રી છું મને છૂટ'

News18 Gujarati
Updated: May 25, 2020, 7:06 PM IST
ફ્લાઈટથી બેંગલુરુ પહોંચ્યા BJPના કેન્દ્રિય મંત્રી, ક્વોરન્ટાઈનના નિયમો તોડ્યા, 'કહ્યું હું મંત્રી છું મને છૂટ'
એરપોર્ટની તસવીર

બીજેપીના સાંસદ સોમવારે એક ફ્લાઈટથી દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યા હતા. ત્યારબાદ હોટલમાં ક્વોરન્ટાઈન નિયમોનું પાલન કર્યું ન હતું. એરપોર્ટ ઉતર્યા બાદ મંત્રી પોતાની પ્રાઈવેટ કાર લઈ ત્યાંથી ચાલ્યા ગયા છે.

  • Share this:
બેગલુરુઃ આજથી સ્થાનિક વિમાની સેવા શરૂ થઈ છે ત્યારે કેન્દ્રિય મંત્રી (Union minister) અને બીજેપી સાંસદ સદાનંદ ગૌડા (BJP MP Sadananda Gowda)એ સોમવારે એક ફ્લાઈટથી દિલ્હીથી બેંગલુરુ (Bengaluru) પહોંચ્યા હતા. ત્યારબાદ હોટલમાં ક્વોરન્ટાઈન (Quarantine) નિયમોનું પાલન કર્યું ન હતું. એરપોર્ટ (Airport) ઉતર્યા બાદ મંત્રી પોતાની પ્રાઈવેટ કાર લઈ ત્યાંથી ચાલ્યા ગયા છે. અને તેમના આસિસ્ટન્ટે રિપોર્ટરોને જણાવ્યું કે ગૌડાનો કોરોના ટેસ્ટ નેગેટિવ (Covid-19 Test) આવ્યો છે. અને તેઓ હોમ ક્વોરન્ટાઉન (Home Quarantine) કરી શકે છે.

'મંત્રી હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારે મને છૂટ આપી છે'
ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા ગૌડાએ દાવો કર્યો છે કે ક્વોરન્ટાઈન ઉપર રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશ બધા નાગરીકો ઉપર લાગુ થાય છે. જોકે, આમાં કેટલાક લોકો માટે છૂટ આપવામાં આવી છે. તેમણે પોતાની વાતમાં એ પણ જોડ્યું હતું કે, તેમના મોબાઈલમાં સરકારની કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ આરોગ્ય સેતું છે. ગૌડાએ કહ્યું કે, એક મંત્રી હોવાના નાતે મને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે છૂટ આપી છે કે આવી સ્થિતિમાં કોઈ મામલો દેખાતો નથી.

ગૌડાએ કહ્યું કે કેન્દ્રના ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હોવાના નાતે આ મારી જવાબદારી હતી કે નક્કી કરેલી દવાઓની કોઈ અછત ન હોય. મંત્રીએ કહ્યું કે, જો હું દવાઓની સપ્લાય ન કરું તો મામલાઓ બે ગણા થઈ જશે. તેમણે આ પરિસ્થિતિની તુલના ફ્રન્ટલાઈન ઉપર કોરોના વાયરસ સાથે લડનારા ડોક્ટોરને ક્વોરન્ટાઈન કરવા સાથે પણ કરી હતી. દેશભરમાં દવાઓનો જથ્થો મળી રહે એ જોવાની જવાબદારી મારી છે. જો ડોક્ટરો ક્વોરન્ટાઈન કરવામાં આવશે અથવા જે લોકો દવાઓની સપ્લાય કરે છે. તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે તો અમે કોરોનાને કેવી રીતે હરાવીશું.

કર્ણાટકે 7 દિવસના સંસ્થાનિક અને 7 દિવસ હોમ ક્વારન્ટાઈન અનિવાર્ય
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે સ્થાનિક ફ્લાઈટ થકી રાજ્યમાં આવનારા યાત્રીઓને સાત દિવસ સુધી હોટલમાં ક્વોન્ટાઈન કરવામાં આવે છે. જોકે, સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત કર્યું છે. ત્યારબાદ રાજ્યમાં બે મહિના સુધીના સમય બાદ ફ્લાઈટ સેવાઓ શરુ થઈ છે. આ નિયમ એ બધા યાત્રીઓને લાગુ થશે જે વધારે સંક્રમણના ખતરાવાળા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અથવા તમિલનાડુથી રાજ્યમાં આવી રહ્યા છે.
First published: May 25, 2020, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading