Home /News /national-international /લોકસભા ચૂંટણીમાં 'Tea-20 ફોર્મ્યૂલા અપનાવશે BJP, કાર્યકર્તાઓને આપ્યો ટાર્ગેટ

લોકસભા ચૂંટણીમાં 'Tea-20 ફોર્મ્યૂલા અપનાવશે BJP, કાર્યકર્તાઓને આપ્યો ટાર્ગેટ

અગામી વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં 2014 જેવું પરિણામ ફરી લાવવા માટે બીજેપીએ એક નવી રણનીતિ બનાવી છે.

અગામી વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં 2014 જેવું પરિણામ ફરી લાવવા માટે બીજેપીએ એક નવી રણનીતિ બનાવી છે.

    અગામી વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં 2014 જેવું પરિણામ ફરી લાવવા માટે બીજેપીએ એક નવી રણનીતિ બનાવી છે. બીજેપી ચૂંટણી પહેલા Tea-20 ફોર્મ્યૂલા અજમાવવા જઈ રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રણનીતિ છે, તો તમને કહી દઈએ કે આ ક્રિકેટની Tea-20ની રણનીતિ નથી, એનો મતલબ કે દરેક કાર્યકર્તા 20 ઘરમાં જઈ ચા પીશે અને મોદી સરકારની ઉપલબ્ધિની જાણકારી તે ઘરના સભ્યોને પણ આપશે.

    Tea-20 સિવાય બીજેપીએ દરેક બૂથ દસ યૂથ, નમો એપ સમ્પર્ક પહેલ અને બૂથ ટોલિયો દ્વારા મોદી સરકારની ઉપલબ્ધિને ઘરે ઘરે પહોંચાડવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. બીજેપીએ પોતાના સાંસદો, ધારાસભ્યો, સ્થાનીક અને બૂથ સ્તરના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારોમાં જનતાને સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવા કહ્યું છે.

    શું છે Tea-20 ફોર્મ્યૂલા
    બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે, પોતાના વિસ્તારના તમામ ગામમાં જાઓ અને ઓછામાં ઓછા 20 ઘરમાં જઈ ચા પીવો. આ Tea-20 પહેલનો મતલબ જનતા સાથે સીધો સંવાદ કરવાનો છે.

    ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રચાર શૈલી અપનાવી હતી. આમાં ખાસ કરીને સૂચના ટેક્નોલોજી માધ્યમનો ઉપયોગ કર્યો હતો. આનું ખાસ આકર્ષણ 3-ડી રેલીનું આયોજન રહ્યું હતું.

    આ 3-ડી રેલીમાં એક જ સમયમાં કેટલાએ સ્થાન પર બેઠેલા લોકો સાથે એક સાથે જોડાવાની પહેલ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જોડવા અને ચાય પે ચર્ચાની પહેલ પણ કરી હતી.

    પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, અગામી અઠવાડીયામાં નરેન્દ્ર મોદી એપનું નવું રૂપ આવવાનું છે, જેમાં પહેલી વખત કાર્યકર્તાઓના કાર્યોના સંબંધમાં પણ એક ઓપ્શન હશે. તેમણે કહ્યું કે, કાર્યકર્તા શું કરવાના છે, તેનું એક ઓપ્શન હશે. આમાં બતાવવામાં આવશે કે, લોકોને કેવી રીતે જોડવાના છે. એપમાં કેટલાક સાહિત્ય, નાના-નાના વીડિયો અને ગ્રાફિક્સના રૂપમાં સૂચનાઓ પણ હશે.

    નરેન્દ્ર મોદી એપને વધારે લોકપ્રિય બનાવશે પાર્ટી
    પાર્ટીએ પ્રત્યેક મતદાન કેન્દ્ર પર 100 લોકોને નરેન્દ્ર મોદી એપ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દરેક બૂથ પર પાર્ટીના તમામ મોર્ચાના પ્રમુખ કાર્યકર્તાઓની ટોળકી બનાવવામાં આવી રહી છે, જે મોદી સરકાર એને રાજ્ય સરકાર (જ્યાં બીજેપીની સરકાર છે)ની યોજનાઓથી થતા સીધા લાભની જાણકારી આપશે.

    પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, કોશિસ એ પણ છે કે, દરેક બૂથ પર નવા 20 સભ્યો જોડવામાં આવશે. અમે દરેક સમાજના લોકોને જોડીશું.

    દરેક બૂથ પર બનશે કાર્યકર્તાઓની ટોળકી
    દરેક બૂથ પર લગભગ બે ડઝન કાર્યકર્તાઓની ટોળકી બનાવામાં આવશે. આ ટોળકી રોજ સવાર-સાંજ અને રજાના દિવસોમાં ઘરે-ઘરે જઈ પરિવારોને મળશે. આ સાથે નાના દુકાનદારો અને નાના-મોટા કામ કરતા લોકો સાથે પણ સંપર્ક સાધશે.

    બીજેપીનું આ સંપર્ક અભિયાન સતત ચાલશે. અને લોકોને જણાવશે કે,વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપ અને સરકારના કામની હકિકત શું છે? દેશ પાંચ વર્ષમાં ક્યાં પહોંચ્યો છે અને અગામી પાંચ વર્ષમાં શું થશે? બીજેપીના કાર્યકર્તાઓ તથ્યો અને આંકડા અને તર્કો દ્વારા લોકોને સમજાવશે કે મોદી સરકારને ફરી વિજય બનાવવું કેટલું જરૂરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Every

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन