BJPનો કટાક્ષ : શિવસેના હવે 'સોનિયા-સેના' અને સામના થયું 'સોનિયા-પત્ર'

News18 Gujarati
Updated: November 29, 2019, 12:26 PM IST
BJPનો કટાક્ષ : શિવસેના હવે 'સોનિયા-સેના' અને સામના થયું 'સોનિયા-પત્ર'
આદિત્ય ઠાકરે અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માટે 'ગોડસે ભક્ત' ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા'

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress) ગઠબંધનની સરકાર પર બીજેપીએ નિશાન સાધ્યું છે. બીજેપી (BJP)ના રાજ્યસભા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ (GVL Narasimha Rao)એ કહ્યુ છે કે હવે શિવસેનાને કૉંગ્રેસ સાથે હાથ મેળવ્યા બાદ પોતાનું નામ બદલીને 'સોનિયા-સેના' રાખી દેવું જોઈએ. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યુ કે, શિવસેનાને પોતાના મુખપત્ર સામના (Saamna)નું નામ પણ બદલીને 'સોનિયા પત્ર' કરી દેવું જોઈએ.

જીવીએલ નરસિમ્હા રાવે કહ્યુ, 'પોતાની સહયોગી પાર્ટીને છેતરીને અને એવી પાર્ટી સાથે મળી જે શિવસેનાએ કર્યું છે તે ઠીક નથી. શિવસેનાની વિચારધારા કૉંગ્રેસ સાથે મેળ નથી ખાતી. આ કારણ છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમને ભેટવાથી બચી રહ્યા છે. શું રાહુલ ડરેલા છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ભેટવું ગળે લટકવા સમાન છે. હવે દિલ્હીથી કૉંગ્રેસ પરિવાર ઠાકરે પર હુકમો ચલાવશે. શિવસેનાએ કૉંગ્રેસ સાથે હાથ મેળવ્યા બાદ પોતાનું નામ બદલીને 'સોનિયા સેના' કરી દેવું જોઈએ. સાથોસાથ શિવસેનાને પોતાના મુખપત્ર સામનાનું નામ પણ બદલીને સોનિયા પત્ર કરી દેવું જોઈએ.'

આ પહેલા જીવીએલ નરસિમ્હા રાવે ટ્વિટ કરી ઉદ્ધવ ઠાકરેને ગોડસે ભક્ત કહ્યા હતા. તેઓએ લખ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર 'ગોડસે ભક્ત' ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા. તમે અને તમારા ધારાસભ્યોએ પોતાની વફાદારી સલ્તનતની આગળ ગિરવે મૂકી દીધી. આ સમગ્ર આત્મસમર્પણ સામનાને 'સોનિયા નામા' કરાર કરે છે.

આ પણ વાંચો, ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા

આ દરમિયાન એલજીપી નેતા અને રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન (Chirag Paswan)એ પણ શિવસેના પર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યુ કે, કેટલીક પાર્ટીઓ નીતિઓની સાથે સમજૂતી કરે છે. ચૂંટણી કોઈ બીજા સાથે લડે અને સરકાર કોઈ બીજાની સાથે બનાવે છે.

આ પણ વાંચો, CM પદેથી હટતાં જ દેવેન્દ્ર ફડણવીસ પર આફત, કોર્ટે સમન્સ પાઠવ્યા
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर