Home /News /national-international /

રાહુલની પત્રકાર પરિષદ મુલતવી રહેતા બીજેપીનો ટોણો, 'વહેલા નથી જાગી શકાતું'

રાહુલની પત્રકાર પરિષદ મુલતવી રહેતા બીજેપીનો ટોણો, 'વહેલા નથી જાગી શકાતું'

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી બીજેપીને જવાબ આપતા લખવામાં આવ્યું છે કે, "સવાર, બપોર કે પછી સાંજ. અમને એવું સાંભળવું ગમશે કે ચોર ચોકીદાર પ્રેસ કોન્ફરન્સ કરે.'

  ન્યૂઝ18 ગુજરાતી : ભાજપ અવાર નવાર એવું ઠસાવવાનો પ્રયાસ કરતી રહી છે કે રાહુલ ગાંધી બિનઅનુભવી અને બિન-ગંભીર રાજકારણી છે. શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ પહેલા 10.15 વાગ્યે યોજાવાની હતી, જેને એક વાગ્યા પર મુલતવી રાખવામાં આવી હતી. રાહુલ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં મીડિયાને સંબોધન કરવાના હતા પરંતુ મીડિયા સંબોધનના થોડી મિનિટો પહેલા જ કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ હવે 1 વાગ્યે મીડિયાને સંબોધન કરશે.

  બીજી તરફ બીજેપીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હુમલો કરવાની આ તક ઝડપી લીધી હતી. રાહુલ ગાંધીએ મીડિયા સંબોધન પાઠળ ઠેલવતા બીજેપીએના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું કે, "એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી સવારે વહેલા જાગી શકતા નથી. જે હોય તે, પણ સવાર સવારમાં જુઠ્ઠાણા ન ફેલાવવા જોઈએ." બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વિટને ટેગ કરીને આવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.

  જોકે, બીજેપીના આવા હુમલાનો કોંગ્રેસ પણ જવાબ આપવાનું ચૂકી ન હતી. કોંગ્રેસના પ્રણવ જાએ ટ્વિટ કરતા લખ્યું કે, "રાહુલ ગાંધી ફક્ત વહેલા જ નથી ઉઠતા પરંતુ તેઓ સવારે 9.15 વાગ્યાથી કોંગ્રેસની કોર કમિટિની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે."

  કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી બીજેપીને જવાબ આપતા લખવામાં આવ્યું છે કે, "સવાર, બપોર કે પછી સાંજ. અમને એવું સાંભળવું ગમશે કે ચોર ચોકીદાર પ્રેસ કોન્ફરન્સ કરે. જો તેઓ આવું કરી શકે તો." ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અવાર નવાર પીએમ મોદીને મીડિયાનો સામનો ન કરવા માટે નિશાન બનાવતા આવ્યા છે.

  કોંગ્રેસનું સોશિયલ મીડિયા હેન્ડલ કરતી દિવ્યા સ્પંદનાએ બીજેપીના ટ્વિટનો જવાબ આપતા લખ્યું છે કે, "રાહુલ ગાંધી તરફથી 24 પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જ્યારે મોદી તરફથી એક પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી નથી."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Chowkidar, Election 2019, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन