Home /News /national-international /

ભાજપના 'સ્ટાર પ્રચારક, બંગાળના 'ભગવાન હનુમાને' આત્મહત્યા કરી

ભાજપના 'સ્ટાર પ્રચારક, બંગાળના 'ભગવાન હનુમાને' આત્મહત્યા કરી

લોકસભા ચૂંટણીમાં નિભાસ સરકારે હનુમાનનો વેશ ધરી ભાજપ માટે પ્રચાર કર્યો હતો. (ફાઇલ તસવીર)

લોકસભા ચૂંટણીમાં નિભાસ સરકારે હનુમાનનો વેશ ધારણ કરી ભાજપ માટે પ્રચાર કર્યો હતો

    નવી દિલ્હી : ભાજપના સ્ટાર પ્રચારક નિભાસ સરકાર (Nibahsh sarkar)એ ગુરુવાર બપોરે નાદિયા જિલ્લાના રાનાઘાટમાં આત્મહત્યા કરી દીધી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરવા દરમિયાન ભગવાન હનુમાનના રૂપમાં તેમની તસવીરો સામે આવી હતી. નિભાસ સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તા અને જાત્રા આર્ટિસ્ટ પણ હતા. ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ટ્વિટર પર રાનાઘાટમાં ભાજપનો પ્રચાર કરતાં નિભાસની તસવીર મૂકી હતી, ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયાર પર ખૂબ લોકપ્રિય થઈ ગયા હતા.

    ઘરે આત્મહત્યા કરી

    બાગુલાના મંડલ સભાપતિ તપાસ ઘોષને નિભાસ સરકારના ભાઈના માધ્યમથી તેમના મોત વિશે માહિતી મળી. તપસ ઘોષે જણાવ્યું કે, ગુરુવાર બપોરે નિભાસ ઘરે બાથરૂમ ગયા હતા. તેની થોડી મિનિટ બાદ તે હાથમાં એક બૉટલ લઈને આવ્યા અને પતોાના ભાઈ પ્રબલને કહ્યુ કે, તેઓએ ઝેર ખાઈ લીધું છે. કારણ કે તેઓ પોતાના જીવનથી દુ:ખી થઈ ગયા છે. ત્યારબાદ તેઓને કૃષ્ણનગર સ્થિત હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. ઘોષ અનુસાર, આ પારિવારિક મામલો છે. નિભાસના દીકરો ઉદયપુરમાં ડૉક્ટર છે.

    નિભાસ સરકાર પશ્ચિમ બંગાળના રાનાઘાટના રહેવાસી હતા, પરંતુ પોતાના પરિવારની સાથે રાજસ્થાનના ઉદયપુરમાં શિફ્ટ થઈ ગયા હતા. નિભાસે આત્મહત્યા કર્યા બાદ સોશિયલ મીડિયા પર એ વાતની ચર્ચા થવા લાગી છે કે તેઓએ એનઆરસીના મામલે આત્મહત્યા કરી છે, પરંતુ તેમના ભાઈ પ્રબલે સ્પષ્ટ કર્યુ કે, એવું કંઈ જ નથી.

    સાંસદ જગન્નાથ માટે પ્રચાર કર્યો હતો

    નિભાસ સરકારે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાનાઘાટમાં ભાજપના હાલના સાંસદ જગન્નાથ સરકાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. નિભાસના મોત પર જગન્નાથ સરકારે શોક વ્યક્ત કર્યો છે અને તેમને મોટા ભાજપ સમર્થક ગણાવ્યા. તેઓએ કહ્યુ કે અમે બંને એક-બીજાને ઘણી સારી રીતે ઓળખતા હતા. તેઓએ મારા માટે ભગવાન હનુમાન બનીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ માત્ર એક અફવા છે કે તેઓએ એનઆરસી મામલે આત્મહત્યા કરી છે. દિલીપ ઘોષે પણ આ વાતનો ઇન્કાર કર્યો છે.

    આ પણ વાંચો,

    TikTok સ્ટારને ભાજપે ટિકિટ આપી, હવે Viral થઈ રહ્યા છે Video
    વેનેજુએલામાં કેદીઓ સાથે અત્યાચાર, નિર્વસ્ત્ર કરી શરીર પર કૂકડા લડાવ્યા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: West bengal, ચૂંટણી, ઝુંબેશ, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन