BJPની બેવડી નીતિ: સબરીમાલામાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ

News18 Gujarati
Updated: October 15, 2018, 4:17 PM IST
BJPની બેવડી નીતિ: સબરીમાલામાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ
ભાજપનો મહિલા મંદિર પ્રવેશ વિરોધ

ભાજપ અને તેના સાથી પક્ષોએ એક વિશાલ રેલી કાઢી હતી અને સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કર્યો હતો.

  • Share this:
મહિલાઓનાં અધિકારો મામલે ભારતીય જનતા પાર્ટીનાં બેવડા ધોરણો છતાં થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મહિલાઓના વિકાસ અને પ્રગતિની વાત કરે છે પણ હાલમાં કેરળમાં ચાલી રહેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે ભાજપે મહિલાઓ વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે અને સબરીમાલા મંદિરમાં મહિલાઓની પ્રવેશ બંધીને ટેકો આપે છે.

કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

તાજેતરમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ એક વિશાલ રેલી કાઢી હતી અને સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કર્યો હતો. ભાજપ એવો દાવો કરે છે કે, સુપ્રિમ કોર્ટે ભગવાન અયપ્પાના ભક્તોની લાગણીને ધ્યાનમાં લીધા વગર આ આદેશ આપ્યા છે.

ભાજપે કેરળની સામ્યવાદી સરકાર પર આક્ષેપ કર્યો છે કે, આ સરકારને સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરવામાં ખુબ ઉતાવળ છે. સ્થાનિક નેતાઓએ કેરળ સરકારને ચેતવણી આપી છે કે, જો આ મામલે કોઇ ઉકેલ લાવવામાં નહીં આવે તો ભાજપ ઉગ્ર આંદોલન કરશે.

આ પહેલા કેરળનાં સબરીમાલા મંદિરનું સંચાલન કરતા દેવોસ્વોમ બોર્ડનાં પૂર્વ પ્રમુખ ગોપાલાક્રિષ્નને કહ્યું કે, જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.

ગોપાલાક્રિણ્નને એમ પણ કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે આવશે તેને ક્યાં તો વાઘ ઉપાડી જશે અથવા પુરુષો હેરાન કરશે અને તેઓ ફરિયાદ કરી શકશે નહીં. ભગવાન અયપ્પાનો ઓરા ખતમ થઇ જશે.”સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. આ રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. ધ નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.
First published: October 15, 2018
વધુ વાંચો
अगली ख़बर