Home /News /national-international /

ઇશરત જહાં કેસમાં ભાજપે ચિદમ્બરમને ફરી ઘેર્યા, પુછ્યા સવાલ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા આજે પુછ્યું કે તત્કાલીન ગૃહમંત્રી પી.ચિંદમ્બરમે ઇશરત જહાં મામલે વર્ષ 2009માં બીજા શપથપત્રમાં વાત બદલવાનો નિર્ણય આખરે કોના દબાણમાં આવીને લાવાયો હતો. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ આજે કહ્યું કે 6ઓગસ્ટ 2009માં દાખલ પહેલા હલફનામાંમાં સરકારે કહ્યું કે ઇશરત જહાં લશ્કર એ તૈયબાની આતંકવાદી હતી. તે પછી માત્ર 45 દિવસ પછી 30 સપ્ટેમ્બરે તત્કાલીન ગૃહમંત્રી પી.ચિંદમ્બરમના હસ્તાક્ષર વાળું બીજુ તહફનામું દાખલ કરાયું જેમાં કહેવાયું કે તે આતંકવાદી ન હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાનનો ઉલ્લેખ કરતા પાત્રાએ કહ્યું કે અમે જાણવા માગીએ છીએ કે 45 દિવસમાં આખરે શું બદલાઇ ગયું? આખરે આ બદલવા કોણે આદેશ આપ્યો હતો. એ વખતે તો કોંગ્રેસમાં માત્ર એક જ કમાન કેન્દ્રમાં હતી અને એ હતું 10 જનપથ. તેમણે કોંગ્રેસ પર રાજનીતિક ફાયદા માટે રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર મુદ્દે સમજુતી કરવાનો આરોપ લગાવ્યો.
પાત્રાએ કહ્યું કે મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને પી.ચિદંમ્બરમ ત્રણેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને બર્દાશ્ત કરી શકતા ન હતા પરંતુ આતંકીઓને બર્દાશ્ત કરી શકતા હતા. મુંબઇની કોલેજીયન અને તેના ત્રણ કથિત સહયોગી પ્રણેશ ગોપીનાથ પિલ્લઇ, અમજદ અલી અને જીશાન ગૌહરને ગુજરાત પોલીસે 15 જુનના અમદાવાદમાં એક કથિત એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા.
ગુજરાત પોલીસે ચારેયને પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના સદસ્ય બતાવ્યા હતા. જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ઇરાદે જમુ-કશ્મીરથી ગુજરાતમાં ઘુસ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં લશ્કર-એ તૈયબાના પુર્વ આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇની કોર્ટ સમક્ષ નિવેદનમાં કહ્યું કે ઇશરત જહાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાની સદસ્ય હતી.
First published:

Tags: આતંકી સંગઠન, ઇશરત જહાં કેસ, કોંગ્રેસ, દેશ વિદેશ, પી ચિદંમ્બરમ, ભાજપ, મનમોહનસિંહ, રાજકારણ, સોનિયા ગાંધી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन