Covid19: બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રામાં દેખાયા કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલ - રિપોર્ટ

બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રામાં દેખાયા કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલ - રિપોર્ટ

ન્યૂઝ એજન્સી PTIના મતે સંબિત પાત્રાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : ભાજપાના (BJP) રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રામાં (Sambit Patra)કોવિડ-19ના એટલે કે કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. ન્યૂઝ એજન્સી PTIના મતે સંબિત પાત્રાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital Gurugram)દાખલ કરવામાં આવ્યા છે. એક સૂત્રએ કહ્યું છે કે ભાજપા નેતામાં COVID-19ના લક્ષણો જોવા મળ્યા છે.

    દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાની સાથે સંબિત પાત્રા સર્જન પણ છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ પણ કરી ચૂક્યા છે. પાત્રા ઓએનજીસીના બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર્સમાંથી એક છે.

    આ પણ વાંચો - ભારત-ચીન સરહદ વિવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર

    મૂળ ઓરિસ્સાના રહેવાસી પાત્રાએ 2019માં લોકસભાની ચૂંટણી પૂરી લોકસભા સીટથી લડી હતી. જોકે પાત્રાનો બીજુ જનતાદળના ઉમેદવાર પિનાકી મિશ્ર સામે 11,700 વોટથી પરાજય થયો હતો. સંબિત પાત્રા ન્યૂઝ ચેનલમાં આવનાર ભારતીય જનતા પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે. તે સોશિયલ મીડિયા ઉપર ઘણા સક્રિય છે. માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર તેમના 4.4 મિલિયન ફોલોઅર્સ છે.

    કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા અપટેડ પ્રમાણે દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,58,333 કન્ફોર્મ કેસ થઈ ગયા છે. જેમાં 86110 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 6566 નવા કેસ આવ્યા છે અને 194 લોકોના મોત થયા છે.

    Published by:Ashish Goyal
    First published: