હવે રાજસ્થાનનો વારો! BJP સૂત્રોનો દાવો - કૉંગ્રેસના 3 ડઝન ધારાસભ્ય અમારા સંપર્કમાં

News18 Gujarati
Updated: March 11, 2020, 8:28 AM IST
હવે રાજસ્થાનનો વારો! BJP સૂત્રોનો દાવો - કૉંગ્રેસના 3 ડઝન ધારાસભ્ય અમારા સંપર્કમાં
મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે વિધાનસભા ચૂંટણી બાદથી જ અણબનાવ હોવાના અહેવાલ સામે આવતાં રહ્યા છે. (ફાઇલ તસવીર)

BJPના સૂત્રોએ રાજસ્થાન કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કરી દીધો છે

  • Share this:
જયપુર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh) બાદ કૉંગ્રેસ (Congress) શાસિત વધુ એક મોટા રાજ્યમાં રાજકીય પારો વધી ગયો છે. મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot) અને નાયબ-મુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot)ની વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદથી જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજસ્થાન એકમ સાથે જોડાયેલા સૂત્રોએ નવો દાવો કરી સૌને ચોંકાવી દીધા છે. તેમનો દાવો છે કે કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય બીજેપીના સંપર્કમાં છે. બીજેપીના સૂત્રોના દાવા પર ભરોસો કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)ની જેમ જ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર ખતરામાં છે.

સચિન પાયલટ મુખ્યમંત્રી ગહલોતથી નારાજ!

સૂત્રોનું માનીએ તો રાજ્યના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ છે. મળતી માહિતી મુજબ, પાયલટ કૉંગ્રેસ હાઇકમાન્ડથી ગહલોતની ફરિયાદ પણ કરી ચૂક્યા છે. નાયબ-મુખ્યમંત્રી ઉપરાંત તેમના પક્ષના ધારાસભ્ય પણ અશોક ગહલોતથી નારાજ હોવાનું ચર્ચાય છે. હાલમાં જ વિધાનસભામાં પણ પાયલટ કેમ્પના અનેક ધારાસભ્ય ગહલોત સરકાર પર સવાલ ઊઠાવી ચૂક્યા છે. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી બાદ અશોક ગહલોતને રાજસ્થાનની કમાન સોંપ્યા બાદ જ પાયલટ અને તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપીના સૂત્રોએ રાજસ્થાન કૉંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કરી દીધો છે.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં સત્તા સંઘર્ષ : જ્યાતિરાદિત્ય સિંધ્યા BJPમાં ક્યારે જોડાશે, તારીખ પર સસ્પેન્સ

રાજસ્થાન વિધાનસભાની શું છે હાલની સ્થિતિ?

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટ છે, એવામાં સરકાર બનાવવા માટે 101 ધારાસભ્યોની જરૂર હોય છે. વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 99 સીટો પર જીત મેળવી હતી. સહયોગી અને અપક્ષ ધારાસભ્યોની મદદથી કૉંગ્રેસે સરળતાથી બહુમત આંકડો પાર કરી દીધો. બીજી તરફ, વર્ષ 2013માં પ્રચંડ બહુમતની સાથે રાજસ્થાનની સત્તામાં આવનારી બીજેપીને માત્ર 73 સીટ જ મળી શકી હતી. જેથી ચૂંટણી બાદ બીજેપીને વિપક્ષમાં બેસવું પડ્યું. આ બંને પાર્ટીઓ ઉપરાંત બીએસપીના ખાતામાં 6 અને રાષ્ટ્રીય દળના ખાતામાં એક સીટ આવી હતી.આ પણ વાંચો, સીએમ કમલનાથે કહ્યું - સાબિત કરીશું બહુમત, ધારાસભ્યો અમારા સંપર્કમાં
First published: March 11, 2020, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading