Home /News /national-international /બિહારમાં કોંગ્રેસે રાહુલને કહ્યા 'બ્રાહ્મણ સમુદાય'નાં પ્રતિનિધિ, રાજકારણ ગરમાયું

બિહારમાં કોંગ્રેસે રાહુલને કહ્યા 'બ્રાહ્મણ સમુદાય'નાં પ્રતિનિધિ, રાજકારણ ગરમાયું

રાહુલ ગાંધીના ફોટા પર બ્રાહ્મણ સમુદાય અને શક્તિસિંહ ગોહિલના ફોટા પર રાજપૂત સમુદાય લખવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીના ફોટા પર બ્રાહ્મણ સમુદાય અને શક્તિસિંહ ગોહિલના ફોટા પર રાજપૂત સમુદાય લખવામાં આવ્યું છે.

    લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં જ્ઞાતિવાદે જોર પકડ્યું છે. આમાં બિહાર કોંગ્રેસે ઠેરઠેર પોસ્ટરો લગાવ્યાં છે તેમાં કોંગ્રેસનાં નેતાઓના ફોટાની સાથે તેમની જ્ઞાતિના નામ લખવામાં આવ્યા છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે.
    આ પ્રકારનાં પોસ્ટરો બિહારની રાજધાની પટનામાં ઘણી બધી જગ્યાએ મુકવામાં આવ્યાં છે.,

    આ પોસ્ટરોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને બિહારની જનતાનો આભાર માનતા જણાય છે અને પોસ્ટરમાં દેખાતા દરેક નેતાની ઉપર તેમની જ્ઞાતિ લખવામાં આવી છે. જેમ કે, રાહુલ ગાંધીના ફોટા પર બ્રાહ્મણ સમુદાય અને શક્તિસિંહ ગોહિલના ફોટા પર રાજપૂત સમુદાય લખવામાં આવ્યું છે.
    ગયા અઠવાડિયે બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં ફેર બદલ કરવામાં આવી હતી.

    આ પોસ્ટરમાં કોંગ્રેસની કેમ્પેઇન કમિટીનાં ચેરમેન અને રાજ્યસભાનાં સભ્ય અખિલેશ પ્રસાદ સિંઘ અને કોંગ્રેસનાં ધારાસભ્ય સદાનંદ સિંઘને ભૂમિહાર સમુદાય અને પછાત સમુદાયના પ્રતિનિધી તરીકે દર્શાવ્યાં છે.

    જો કે, આ મુદ્દે કોંગ્રેસે કશુ કહેવાનો ઇન્કાર કર્યો છે પણ ભાજપના નેતા અને પ્રવક્તા નિખિલ આનંદે ચુંટણી પંચને વિનંતી કરી કે, કોંગ્રેસની આ જ્ઞાતિવાદના રાજકરણની રમતને ધ્યાનમાં લે. રાહુલ ગાંધી નાડાછડી બાંધે છે, શિવભક્ત બને છે અને કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે. કોંગ્રેસ હારથી ઘાંઘી થઇ ગઇ છે અને એટલા માટે જ્ઞાતિવાદ તરફ વળી છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ આ મામલે દેશની માફી માંગવી જોઇએ. ગાંધીજીએ સાચુ જ કહ્યું હતુ કે, આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાંખો”.

    મોદીએ એવા માસણને 30 હજાર કરોડ આપ્યા કે જેની પાસે કોઇ ‘સ્કીલ’ નથી: રાહુલ ગાંધી
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: GPCC, Shaktisinh gohil, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन