હારની સાઇડ ઇફેક્ટ: BJP-શિવસેનાના 10 ધારાસભ્યો કોંગ્રેસ-NCPના સંપર્કમાં!

News18 Gujarati
Updated: December 13, 2018, 8:02 AM IST
હારની સાઇડ ઇફેક્ટ: BJP-શિવસેનાના 10 ધારાસભ્યો કોંગ્રેસ-NCPના સંપર્કમાં!
દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

હિન્દી હાર્ટલેન્ડમાં ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હારનું વળતર બીજેપીને મહારાષ્ટ્રમાં ભોગવવું પડી શકે છે.

  • Share this:
હિન્દી હાર્ટલેન્ડમાં ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હારનું વળતર બીજેપીને મહારાષ્ટ્રમાં ભોગવવું પડી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીં સત્તાધારી બીજેપી અને શિવસેનાના 10થી વધારે ધારાસભ્યો કોંગ્રેસ અને એનસીપીના સંપર્કમાં છે. બધા ધારાસભ્યો પશ્વિમી મહારાષ્ટ્રના હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર બીજેપીના બે સાંસદો પણ કોંગ્રેસનો હાથ પકડે એવી સંભાવના છે.

જો આમ થાય છે તો બીજેપી અને રાજ્યના દેવેન્દ્ર ફડણવીસ સરકાર માટે મોટો ફટકો હશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બીજેપી- શિવસેનાની ગઠબંધનની સરકાર છે. કેન્દ્રમાં પણ શિવસેના બીજેપીની સહયોગી પાર્ટી છે. બંને સરકારોમાં સહયોગી હોવા છતાં પણ શિવસેના બીજેપી સામે પડી છે. શિવસેના મંદિર સહિત અનેક મુદ્દાઓને લઇને બીજેપીને ઘેરવામાં પાછી પડતી નથી.

ઉલ્લેખનીય છેકે, એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં સંપન્ન થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એમપી-છત્તીસગઢમાં 15 વર્ષ પછી કોંગ્રેસ ઘરવાપસી કરી છે. જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર પડી ગઇ છે. આ સાથે જ તેલંગાણામાં કેસીઆરની નેતૃત્વવાળી ટીઆરએસને સત્તમાં વાપસી કરી છે. જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટે જીત નોંધાવી છે.

આ પણ વાંચોઃ-'હાર અને જીત જીવનનો ભાગ છે,' ચૂંટણી પરિણામો પર મોદીની પ્રતિક્રિયા

આંકડાઓની વાત કરીએ તો છત્તીસગઢમાં ભાજપ 49 સીટોથી ઘટીને 15 સીટો ઉપર સમેટાઇ ગયું છે જ્યારે કોંગ્રેસ 68સીટો ઉપર જીત નોંધાવી છે. 90 સભ્યોવાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 46 ધારાસભ્યોનું સમર્થન જીરૂરી છે. અહીં ભૂપેશ બધેલ, તામ્રધ્વજ સાહૂ, ચરણદાસ મહંત અને ટીએસ સિંહદે સંભવિત મુખ્યમંત્રી છે.

આ પણ વાંચોઃ-ભાજપના 'ચાણક્ય'નું 'કોંગ્રેસ મુક્ત' ભારતનું સપનું ભસ્મીભૂત, મળ્યો ચોથો આંચકો
Loading...

મધ્ય પ્રદેશમાં બીજેપીની 165 સીટોથી ઘટની 109 ઉપર સમેટાયું છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસે 114 સીટો મેળવી છે. કોંગ્રેસ અહીં ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવા જઇ રહી છે. બંને રાજ્યોમાં 15 વર્ષ સુધી બીજેપીએ સત્તા સંભાળી હતી. કમલનાથ મધ્ય પ્રદેશનાઆગામી ધારાસભ્ય હશે.

રાજસ્થાનમાં દરેક પાંચ વર્ષે તખ્તો પલટાવાની પેટર્ન આ વખતે પણ ચાલું જ રહી છે. બીજેપીએ 90 સીટોનું નુકસાન થયું છે. ભાજપ 73 સીટો ઉપર સમેટાઇ ગયું છે. 200 સભ્યવાળી વિધાનસભામાં 199 સીટો ઉપર ચૂંટણી થઇ હતી. જેમાંથી 19ૃ00 સીટો ઉપર કોંગ્રેસે જીત મેળવી સ્ટષ્ટ બહુમતી મેળવી છે. અહીં અશોક ગેહલોત અને સચિન પાયલટ સંભવિત મુખ્યમંત્રી છે.
First published: December 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...