AAPના કૅમ્પેન સૉંગમાં મનોજ તિવારીનો વીડિયો! BJPએ 500 કરોડનું વળતર માંગ્યું

News18 Gujarati
Updated: January 13, 2020, 7:54 AM IST
AAPના કૅમ્પેન સૉંગમાં મનોજ તિવારીનો વીડિયો! BJPએ 500 કરોડનું વળતર માંગ્યું
દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટીના વીડિયો 'લગે રહો કેજરીવાલ'માં મનોજ તિવારી નાચતા દર્શાવાતાં બીજેપી લાલઘૂમ

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની તારીખોની જાહેરાત થતાં જ દિલ્હીના રાજકારણનો પારો ચઢવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party-AAP)એ એક વીડિયો ટ્વિટ કર્યા બાદ દિલ્હી બીજેપી (Delhi BJP)એ રવિવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. સાથોસાથ દિલ્હી બીજેપીએ આમ આદમી પાર્ટીને માનહાનિની નોટિસ મોકલીને 500 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે.

મૂળે AAPએ એક વીડિયો ટ્વિટ કર્યો, જેમાં દિલ્હી બીજેપી પ્રમુખ મનોજ તિવારી (Manoj Tiwari) આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચાર ગીતની ધૂન પર ડાન્સ કરતાં દર્શાવાયા છે. આ વીડિયો તિવારીના ભોજપુરી આલ્બમને એડિટ કરીને તૈયાર કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે, જેમાં 'લગે રહો કેજરીવાલ' (Lage Raho Kejriwal) ગીત વાગી રહ્યું છે. મનોજ તિવારીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને ચૂંટણી માટે પોતાના થીમ સોંગ માટે મારા વીડિયોના ઉપયોગનો અધિકાર કોણે આપ્યો.

દિલ્હી બીજેપી અધ્યક્ષ તિવારીએ કહ્યું કે, વીડિયો વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે અને માનહાનિ અને બૌદ્ધિક સંપદા અધિકારના ઉલ્લંઘન માટે વળતર તરીકે 500 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.



બીજી તરફ, બીજેપી નેતા નીલકાંત બક્શીએ કહ્યું કે, AAPના પ્રચાર અભિયાનમાં મનોજ તિવારીનો ચહેરો ઉપયોગ કરવો દર્શાવે છે કે તેઓ કેજરીવાલથી વધુ લોકપ્રિય છે. જોકે, આમ આદમી પાર્ટી તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા નથી મળી શકી. નોંધનીય છે કે, દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો માટે 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો, ફાંસી પહેલા મોતનો ડર! માતાને મળતાં જ ચોધાર આંસુએ રડી પડ્યો નિર્ભયાનો દોષી
First published: January 13, 2020, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading