Home /News /national-international /મમતા બેનરજીને 10 લાખ 'જય શ્રી રામ' લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે BJP

મમતા બેનરજીને 10 લાખ 'જય શ્રી રામ' લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે BJP

મમતા બેનરજીને 10 લાખ 'જય શ્રી રામ' લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે BJP

ગુરૂવારે મમતા બેનરજી તે સમયે નારાજ થઈ ગયા જ્યારે કેટલાક વ્યક્તિઓએ 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને બીજેપી વચ્ચે રાજકીય ધમાસાણ ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર બીજેપી હવે ટીએમસીની દુખતી નસ દબાવતા મુખ્યમંત્રી મમતા બેનરજીને 'જય શ્રી રામ' લખેલા 10 લાખ પોસ્ટ કાર્ડ મોકલવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળથી બીજેપીના નવનિર્વાચીન સાંસદ અર્જુન સિંહે કહ્યું કે, અમે મુખ્યમંત્રી નિવાસ પર 'જય શ્રી રામ' લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોલવાનો નિર્ણય લીધો છે.

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલા અર્જુન સિંહ લોકસભા ચૂંટણી પહેલા જ બીજેપીમાં સામેલ થયા હતા. તેમણે આ વાત બીજેપીના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ કહી છે. જે તે સમયે 'જય શ્રી રામ'નો નારો લગાવી રહ્યા હતા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બેઠક કરી રહ્યા હતા.

સૂત્રોએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના નેતા ઉત્તર 24 પરગના જીલ્લાના કાંચરાપાડામાં ભેગા થયા હતા, જેથી પાર્ટીના તે કાર્યાલયોને ફરી પાછા લેવા માટેની રણનીતિ બનાવી શકાય, જે બીજેપી કાર્યકર્તાઓએ કથિત રૂપે લઈ લીધુ છે.

તૃણમૂલ કોંગ્રેસ નેતા અને રાજ્યના મંત્રી જ્યોતિપ્રિય મલિકે દાવો કર્યો કે, અર્જુન સિંહ અને બીજેપી નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાંશું રોયે અહીં મુશ્કેલી પેદા કરવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે શુભ્રાંશુ ગત મંગળવારે તૃણમુલ છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા હતા.

વિસ્તારની શાંતી માટે હાનીકારક છે
પોલીસ સૂત્રોએ કહ્યું કે, બેઠક સ્થળની બહાર એકત્રિલ લોકોએ નારેબાજી કરી અને આરોપ લગાવ્યો કે, મલિક તથા મદન મિત્રા, તપસ રોય અને સુજીત બોસ જેવા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની હાજરી વિસ્તારમાં શાંતી માટે હાનીકારક છે.

સૂત્રએ જણાવ્યું કે, પોલીસ અને આરએએફ કર્મીઓએ પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ હાથમાંથી નીકળતા લાઠીચાર્જ કર્યો. મલિકે કહ્યું કે, આ અભૂતપૂર્વ છે. અમે આ પ્રકારની સંસ્કૃતિ બંગાળમાં નથી જોઈ. આ બીજેપીની સંસ્કૃતિ છે.

તો અર્જુન સિંહે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું, તૃણમૂલ કોંગ્રેસના વ્યર્થની વાતો કરે છે. લોકોએ તૃણમૂલ કોંગ્રેસને ફગાવી છે અને આ તેમની પ્રતિક્રિયા છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પશ્ચિમ બંગાળ બીજેપીએ મમતા બેનરજી પર લોકોના એક સમૂહ પર ભડકવાનો આરોપ લગાવ્યો, જે લોકો તેમની કાર આગળ 'જય શ્રી રામ' બોલી રહ્યા હતા. બીજેપીએ પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં 'જય શ્રી રામ'નો નારો લગાવવો અપરાધ છે.

ગુરૂવારે મમતા બેનરજી તે સમયે નારાજ થઈ ગયા જ્યારે કેટલાક વ્યક્તિઓએ 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા. આ લોકોએ તે સમયે 'જય શ્રી રામ'નો નારો લગાવ્યો જ્યારે મમતા બેનરજીનો કાફલો બૈરકપુર લોકસભા વિસ્તારના ભાટપારા થઈ પસાર થઈ રહ્યો હતો.
First published:

Tags: Says, ભાજપ, મમતા બેનરજી