મહારાષ્ટ્ર : BJPએ કહ્યું- મહારાષ્ટ્રમાં 48 કલાકમાં સરકાર બનાવીશુું

મહારાષ્ટ્ર : BJPએ કહ્યું- મહારાષ્ટ્રમાં 48 કલાકમાં સરકાર બનાવીશુું
ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી ફડણવીસ અને પરિવહન મંત્રી ગડકરીની ફાઇલ તસવીર

ભાજપના દાવા પર શિવસેનાનો પલટવાર અમને કોઈ પણ પ્રકારની પ્રપોઝલ મળી નથી, ભાજપનું પ્રતિનિધીમંડળ કાલે રાજ્યપાલને મળશે

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra Politics) ચરમસીમાએ પહોંચ્યું છે. રાજ્યમાં ચૂંટણીના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે સરકાર રચવાના મુદ્દ મડાગાંઠ ઉકેલાયી નથી. દરમિાન આજે ભાજપના વરિષ્ઠ નેતા ધીર મુનગંટીવારે બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગઠબંધન કાયમ છે અને અમે સારા સમાચારની અપેક્ષાાં છીએ. ભાજપે રાજ્યમાં 48 કલાકમાં સરકાર રચવાનો દાવો કર્યો છે પરંતુ શિવસેનાએ કહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારી પ્રપોઝલ નથી મળી.

  ગુરૂવારે ભાજપ રાજ્યપાલને મળશે  દરમિયાન આવતીકાલે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું એક પ્રતિનિધીમંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળશે. આ પ્રતિનિધીમંડળ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની આગેવાનીમાં રાજયપાલને મળવા માટે જશે. આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી ગવર્નરને મળે તેની રાહ જોઈ રહ્યા છીએ.

  આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ : BJPના મૌન પાછળ શું છે રહસ્ય?

  ગડકરી અને અહેમદ પટેલની મુલાકાત

  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ઝડપી બની છે. તમામ પાર્ટી ઈચ્છી રહી છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી સરકારનું ગઠન થાય. આ દરમિયાન બીજેપીના નેતા નીતિન ગડકરીને મળવા માટે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મુલાકાત બાદ નીતિન ગડકરીને ઘરેથી નીકળતી વખતે અહેમદ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે તેઓ ખેડૂતોના મુદ્દા અંગે વાત કરવા માટે નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ અંદાજ લગાવી શકાય છે કે આ મુલાકાત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે હોઈ શકે છે.

  આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે કૉંગ્રેસના અહેમદ પટેલ અને બીજેપીના નીતિન ગડકરી વચ્ચે મુલાકાત

  અમને અન્ય કોઈ પ્રસ્તાવ મંજૂર નથી : રાઉત

  બુધવારે સવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ હતુ કે, ચૂંટણી પહેલા અમે બીજેપીને જે પ્રસ્તાવ આપ્યો હતો તે પ્રસ્તાવ પ્રમાણે થશે તો જ અમે રાજી છીએ. અમારી પાર્ટીને અન્ય કોઈ પ્રસ્તાવ મંજૂર નથી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે સંજય રાઉત એનસીપી નેતા શરદ પવારને મળવા રવાના થયા હતા. સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપી અને શિવસેના વચ્ચે 50-50ની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. આ પ્રસ્તાવ પર સહમતી બાદ જ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. ચૂંટણી પછી બીજેપી પોતાના વચનમાંથી પાછળ હટી ગઈ છે.
  Published by:News18 Gujarati
  First published:November 06, 2019, 21:27 pm

  ટૉપ ન્યૂઝ