BJPનો વિપક્ષ પર પ્રહાર- 'હાથમાં સંવિધાન, દિલમાં વારિસ પઠાન'

News18 Gujarati
Updated: February 21, 2020, 2:53 PM IST
BJPનો વિપક્ષ પર પ્રહાર- 'હાથમાં સંવિધાન, દિલમાં વારિસ પઠાન'
વારિસ પઠાન, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પ્રવક્તાએ જાહેર મંચ પરથી "પાકિસ્તાન ઝિંદાબાદ"ના નારા અને વારિસ પઠાનના વિવાદિત નિવેદન અંગે ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન ધૃણાની રાજનીતિ કરવામાં આવી રહી છે. પાત્રાએ AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) નેતા અસદુદ્દીન ઓવૈસીના મંચ પર લાગેલા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે આખા દેશમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજેપી પ્રવક્તાએ કહ્યુ કે, "પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા પાસેથી માઇક છીનવી લેવામાં આવ્યું, પરંતુ વારિસ પઠાનના ભાષણ વખતે માઇક કેમ ન છીનવી લેવાયું. આ વખતે પણ ઓવૈસી મંચ પર જ હતા. જ્યારે મંચ પાછળ શીખવવામાં આવે છે ત્યારે મંચ પર હકીકત સામે આવી જાય છે."

ઓવૈસીની દાનતમાં જ ખોટ

પાત્રાએ કહ્યુ કે, "સીએએના વિરોધમાં આખા દેશમાં જે લોકો ધૃણાની રાજનીતિ કરી રહ્યા છે, આજે અમે તેનું ઉદાહરણ આપી રહ્યા છીએ. દેશમાં થતા આવા કોઈ પણ વિરોધનો નેતા ઓવૈસી અને તેમની પાર્ટી છે." રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી પત્રકારોને સંબોધતા પાત્રાએ પછ્યું કે, "અમને જણાવો કે તમારે કેવી આઝાદી જોઈએ છે. 15 કરોડ વિરુદ્ધ 100 કરોડની વાત શા માટે કરવામાં આવી રહી છે? ઓવૈસીની દાનતમાં જ ખોટ છે."

આ પણ વાંચો : ઓવૈસીના મંચથી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીને 14 દિવસની જેલ

બીજેપી પ્રવક્તાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત આખા વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "આ લોકો સીએએના નામે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમના હાથમાં સંવિધાન છે, પંરતુ દિલમાં વારિસ પઠાન છે. અમે નથી ઇચ્છતા કે દેશે ભૂતકાળમાં જે ભોગવ્યું છે, ફરીથી આવા ષડયંત્રનો શિકાર બને અને તેનાથી દેશની અખંડિતતા પર કોઈ આંચ આવે."

વારિસ પઠાણે કહ્યુ હતુ- અમે 15 કરોડ 100 કરોડ પર ભારે છીએ 

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાને કાર્ણાટકના ગુલબર્ગામાં જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે અમે 15 કરોડ છીએ અને 100 કરોડ લોકો પર ભારે છીએ. પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાને કહ્યું, "અમે ઇંટનો જવાબ પથ્થરથી આપતા શીખી લીધું છે. આપણે એક થઈને ચાલવું જોઈએ. આઝાદી લેવી પડશે. જે વસ્તુ માંગવાથી ન મળે તેને છીનવવી પડશે. અમને કહેવામાં આવ્યું છે કે અમે અમારી માતા અને બહેનોને આગળ કરી છે. અમે કહીએ છીએ કે હજુ તો ફક્ત સિંહણો બહાર નીકળી છે, છતાં તમારો પરસેવો છૂટી જાય છે. જો અમે બધા સાથે આવીશું તો વિચારો શું થશે. અમે 15 કરોડ જ 100 કરોડ પર ભારે પડીશું. આ વાત યાદ રાખજો."

વારિસ પઠાનના આ નિવેદન પર મજાક ઉડ્યા પછી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસુદ્દીન ઓવૈસીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વારિસ પઠાન પર મીડિયા સાથે વાતચીત કરવાની મનાઈ ફરમાની દીધી હતી. જ્યાં સુધી પાર્ટી આદેશ નહીં આપે ત્યાં સુધી પઠાન મીડિયા સાથે વાતચીત નહીં કરે. પઠાનના નિવેદનને કૉંગ્રેસ અને આરજેડીએ પણ વખોડ્યું હતું. રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે પઠાન સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે રાજદ નેતા તેજસ્વી યાદવે લોકોને આવા ઉશ્કેરણીજનક નિવેદનોનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું.
First published: February 21, 2020, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading