ખેડૂતોની આવક ડબલ કરવાનાં પ્રયાસ બદલ bjpનો મોદીનો આભાર માનતો ઠરાવ

News18 Gujarati
Updated: September 9, 2018, 9:09 AM IST
ખેડૂતોની આવક ડબલ કરવાનાં પ્રયાસ બદલ bjpનો મોદીનો આભાર માનતો ઠરાવ
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક

2022 સુંધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં પ્રયાસરૂપે ખેતપેદાશોનાં ટેકાના ભાવોમાં વધારો કરાતા સમગ્ર દેશમાં ખેડૂતો ખુશ છે” શિવરાજસિંહ ચૌહાણ

  • Share this:
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રિય કારોબારીની બેઠકમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં નરેન્દ્ર મોદીએ લીધેલા પગલા બદલ આભાર માનતો ઠરાવ પસાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે વિવિધ પગલાઓ લીધા હતા જેમાં ટેકાના ભાવમા વધારા સહિતના પગલાંઓનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રિય કારોબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા ઠરાવનો પ્રસ્તાવ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રજૂ કર્યો હતો.  મિડીયા સાથે વાતચીત કરતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ટેકાના ભાવોમાં વધારો થતા ખેડૂતો ખૂબ ખુશ છે.

આ સ્ટોરી પણ વાંચો: ચિદમ્બરમ એન્ડ કંપની સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા માટે તૈયાર છીએઃ અમિત શાહ

“2022 સુંધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં પ્રયાસરૂપે ખેતપેદાશોનાં ટેકાના ભાવોમાં વધારો કરાતા સમગ્ર દેશમાં ખેડૂતો ખુશ છે” શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 99 સિંચાઇ યોજનાઓ છેલ્લા ઘણા સમયથી પડતર હતી. જેમાંથી 18 યોજનાઓ નરેન્દ્ર મોદીની સરકારમાં પૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા પગલાને લીધે ખેડૂતોને યુરિયા ખાતર સરળતાથી મળી રહે છે.  ખેડૂતોને પુરતી વિજળી પણ મળી રહે છે. નરેન્દ્ર મોદીએ લીધેલા આ તમામ પગલાઓને લીધે ખેતપેદાશો અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રિય કારોબારી બેઠક દિલ્હી ખાતે મળી હતી. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની પણ ચર્ચા થઇ હતી.આ સ્ટોરી પણ વાંચો: દિલ્હીના ખેડૂતોની આવક થશે 4 ગણી, કેજરીવાલ સરકારે બનાવી યોજના

 
First published: September 9, 2018, 9:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading