Home /News /national-international /

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે BJPનું ત્રીજુ લીસ્ટ જાહેર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે BJPનું ત્રીજુ લીસ્ટ જાહેર

    ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું ત્રીજુ લીસ્ટ જાહેર કરી દીધુ છે. આ લીસ્ટમાં પણ યેદિયુરપ્પાના દિકરા બીવાય રાઘવેન્દ્રનું નામ શામેલ નથી કરવામાં આવ્યું.

    બીજા લિસ્ટમાં 82 ઉમેદવારના નામ હતા
    બીજેપીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાના 82 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ લીસ્ટ સાબિત કરે છે કે, પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાનું પાર્ટીમાં હજુ પણ ચાલે છે, કારણ કે પોતાના મોટાભાગના વફાદારોને તે ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે.

    બીજા લિસ્ટમાં શામેલ 32 લિંગાયત ઉમેદવારના નામ
    બીજા લીસ્ટમાં લગભગ 32 ઉમેદવાર લિંગાયત સમુદાયના છે, જ્યારે વોક્કલિંગા સમુદાયમાંથી 10, જ્યારે અન્ય પછાત વર્ગના 20 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એક એ છે કે, બીજેપીના પહેલા અને બીજા લીસ્ટમાં એક પણ મુસ્લીમ કે ઈસાઈ ઉમેદવાર નથી. ઈસાઈ અને મુસલમાનને ટિકિટ ન આપવાના કારણે એવું લાગી રહ્યું છે કે, પાર્ટી ઉત્તર પ્રદેશની જ રણનીતિ ફરી અહીં અજમાવી રહી છે.

    દાગી ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે
    આ ચૂંટણીમાં ઘણા દાગી ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સત્તાધારી કોંગ્રેસે 218 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દીધુ છે અને પૂરૂ જોર એ વાત પર રાખવામાં આવ્યું છે કે, કેવી રીતે ચૂંટણી જીતી શકાય તો બીજેપીએ પણ એક વાર ફરી બાહુબલીઓને ટિકિટ આપવામાં પાછી પાની નથી કરી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Polls, Releases, કર્ણાટક, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन