ભાજપે દિલ્હીમાં ચાર ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું

News18 Gujarati
Updated: April 21, 2019, 9:18 PM IST
ભાજપે દિલ્હીમાં ચાર ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીની ચાર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ચાંદની ચોક પરથી ડો. હર્ષવર્ધન, નોર્થ ઇસ્ટ દિલ્હીમાંથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીમાંથી પ્રવેશ વર્મા અને સાઉથ દિલ્હીમાંથી રમેશ બિધુડીને ઉમેદવાર બનાવ્યા છે.

સાથે પંજાબની અમૃતસર અને ઉત્તર પ્રદેશની ઘોસી સીટ માટે પણ ભાજપે ઉમેદવાર જાહેર કરી. અમૃતસર સીટ પર યુપીમાં ભાજપના રાજ્યસભા સાંસદ હરદીપ પુરીને ટિકિટ આપી છે. 2014માં અમૃતસર સીટ પરથી અરુણ જેટલીએ ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. તો ઘોસીમાં હાલના સાંસદ હરિનારાયણ રાજભરને ફરી ટિકિટ અપાઇ છે. તો દિલ્હીમાં પણ ભાજપે રીપિટ ઉમેદવારો જ ઉતાર્યા છે.

 દિલ્હીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના લિસ્ટની રાહ જોઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ હજી પણ AAPની સાથે ગઠબંધનની રાહમાં છે અને જો કે પાર્ટીને હજી ત્રણ સીટ પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. જેમાં નવી દિલ્હીની સીટ પણ સામેલ છે. જ્યાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી છે.
First published: April 21, 2019, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading