5 રાજ્યો માટે BJPએ જાહેર કરી ઉમેદવારોની યાદી, બંગાળમાં 4 સાંસદોને મેદાનમાં ઉતાર્યા

પ્રતિકાત્મક તસવીર

ભાજપાએ બંગાળના ત્રીજા ચરણની ચૂંટણી માટે 27 અને ચોથા ચરણ માટે 38 ઉમેદવારોના નામની જાહેરાત કરી

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ માર્ચ-એપ્રિલમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપા મહાસચિવ અરુણ સિંહે રવિવારે કહ્યું કે તામિલનાડુમાં ભાજપા એનડીએના સહયોગી તરીકે લડી રહી છે અને અમે રાજ્યમાં 20 સીટો પર ચૂંટણી લડીશું. રાજ્યના અધ્યક્ષ એલ મુરુગન ધારાપુરમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા એચ રાજા કરઇકુડીથી ચૂંટણી લડશે. કેરળમાં ભાજપા 115 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે 25 સીટો 4 પાર્ટીઓ માટે છોડવામાં આવી છે. કેરળના ભાજપા પ્રમુખ સુરેન્દ્રન બે સીટો કાસરગોડની મેજેશ્વર અને કોન્ની સીટથી ચૂંટણી લડશે. અરુણ સિંહે કહ્યું કે ઇ શ્રીધરન કેરળની પલક્કડ સીટ પરથી મેદાનમાં ઉતરશે.

  ભાજપાએ બંગાળના ત્રીજા ચરણની ચૂંટણી માટે 27 અને ચોથા ચરણ માટે 38 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપા મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ચાર લોકસભા સાંસદ પણ વિધાનસભાની ચૂંટણી લડશે. લોકસભા સાંસદ બાબલ સુપ્રિયો બંગાળની ચંડીતારા સીટથી લડશે. જ્યારે દિનહાટા સીટથી નિશીથ પ્રમાણિક, ચુનચુડા સીટથી લોકેટ ચેટરજી અને તારકેશ્વર સીટથી લોકસભા સાંસદ સ્વપન દાન ગુપ્તા ચૂંણી લડશે.

  આ પણ વાંચો - વિમાનમાં મુસાફરી માટે જાહેર થયા નવા નિયમો, પાલન નહીં કરો તો થશે આવી કાર્યવાહી

  આ સિવાય અર્થશાસ્ત્રી અશોક લાહિડી અલીદ્વારપુરથી ઉમેદવાર છે. જ્યારે રાજીબ બેનરજી દોમજુરથી અને રબીન્દ્રનાથ ભટ્ટાચાર્યા સિંગુરથી ચૂંટણી લડશે.

  અરુણ સિંહે કહ્યું કે અસમમાં ભાજપા 92 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે અન્ય સીટો પર ગઠબંધનની સહયોગી પાર્ટીઓ પોતાના ઉમેદવાર ઉતારશે. ભાજપાએ અસમના ત્રીજા તબક્કા માટે 17 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચંદ્રમોહન પટવારી ધર્માપુર સીટથી ચૂંટણી લડશે.
  Published by:Ashish Goyal
  First published: