BJPએ વીડિયો જાહેર કર્યો, નાગરિકતા સંશોધન કાયદા વિશે ભ્રમ દૂર કરવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: December 23, 2019, 10:50 AM IST
BJPએ વીડિયો જાહેર કર્યો, નાગરિકતા સંશોધન કાયદા વિશે ભ્રમ દૂર કરવાનો પ્રયાસ
પીએમ મોદીએ દિલ્‍હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં CAA અંગેના ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીજેપીએ વીડિયો જાહેર કરીને અપીલ કરી કે પહેલા સંશોધિત નાગરિકતા કાયદાને સમજો અને પછી તેને બીજા લોકોને પણ સમજાવો

  • Share this:
નવી દિલ્હી : સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવા માટે બીજેપી (BJP)એ એક વીડિયો (Video) જાહેર કર્યો છે. આ વીડિયોને પાર્ટીના ટ્વિટર હેન્ડલથી જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા દેશના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે પહેલા પોતે નાગરિકતા સંશોધન કાયદાને સમજે અને પછી આ કાયદા સાથે જોડાયેલી જાણકારીને બીજાને પણ આપે.

બીજેપીએ ટ્ટિટર હેન્ડલથી વીડિયો જાહેર કરતાં કહ્યું છે કે જો આપણે સંશોધિત નાગરિકતા કાયદો નહીં સમજીએ તો જૂઠ અને ભ્રમ ફેલાવનારી રાજકીય પાર્ટી પોતાની વોટ બેન્કના સ્વાર્થ માટે આપણને પરસ્પર આમ જ લડાવતી રહેશે. અફવાઓથી દૂર રહો અને સાચી વાત જાણો. આ વીડિયોમાં બે વ્યક્તિ પરસ્પર વાત કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ બીજાને પૂછે છે કે શું આપને CAA વિશે જાણકારી છે તો બીજો વ્યક્તિ કહે છે કે CAA એટલે નાગરિકતા સંશોધન કાયદો. જેમાં તમામ ધર્મના નાગરિક ભારતમાં રહી શકે છે માત્ર મુસલમાનોને છોડીને. આ પ્રશ્ન પર પૂછનારી વ્યક્તિ કહે છે કે આ ભમ્ર કોણ ફેલાવી રહ્યું છે. તેઓ જણાવે છે કે આ કાયદામાં ભારતમાં રહેનારા કોઈ પણ વ્યક્તિ તે હિન્દુ હોય કે મુસલમાન તેમના નાગરિકતા છીનવી લેવામાં નહીં આવે પરંતુ આ તો નાગરિકતા આપવાનો કાયદો છે.

આ પણ વાંચો, મિસાલ : મુસ્લિમ સમુદાયની સહમતિ બાદ 40 વર્ષ જૂની મસ્જિદ તોડી પુલ બનાવાશે

તેઓ જણાવે છે કે આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધર્મના આધારે દમનનો શિકાર બનેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ અને જૈન સુમદાયના શરણાર્થીઓને નાગરિકતા આપવાનો નિયમ છે. આ વીડિયોમાં એનઆરસીને લઈને પણ ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરતાં એક વ્યક્તિ કહે છે કે તેની પર હજુ કોઈ પણ પ્રકારની ઘોષણા નથી કરવામાં આવી.

એનઆરસીને લઈને પણ ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરતં) આ વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે તેની પર હજુ કોઈ પણ ઘોષણા નથી કરવામાં આવી. તેની પર બીજી વ્યક્તિ પૂછે છે કે તમે કોના કહેવા પર ધરણા કરવા જઈ રહ્યો છો તો તેની પર તે વ્યક્તિએ જણાવ્યું કે હું કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, આજેડી અને સીપીઆઈ-સીપીએમ, સપા અને અન્ય પાર્ટીઓના કહેવા પર પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહ્યો હતો.

આ પણ વાંચો, CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ નમાઝ રોકીને સબરીમાલાના ભક્તોને રસ્તો કરી આપ્યો
First published: December 23, 2019, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading