Home /News /national-international /

ભાજપનો સવાલ, ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો અબજોની સંપત્તિ ક્યાંથી આવી?

ભાજપનો સવાલ, ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો અબજોની સંપત્તિ ક્યાંથી આવી?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

ભાજપના પ્રવક્તાએ કહ્યું, ' હિંદુસ્તાનની રાજનીતિમાં રાહુલ ગાંધી કઈ પ્રકારની એસેટે છે તે સૌ જાણે છે. અનેક વાર તેમને 'નૉન પર્ફોમિંગ એસેટ' અંગે માહિતગાર કરાયા છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક બીજા સાથે આરોપ પ્રત્યારોપની રાજનિતી કરી રહી છે. ગાંધી પરિવાર પર હુમલો કરતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલો પૂછ્યા છે. પાત્રાએ આરોપ મૂક્યો હતો કે ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો પછી કરોડો, અબજો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી?

    સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરી અને આક્ષેપ મૂક્યો હતો. તેમણે ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂક્યા હતા. જાણો સંબિત પાત્રાએ કોંગ્રેસ પર શું આક્ષેપો કર્યા

    - ભારતની રાજનીતિમાં રાહુલ ગાંધી ક્યાં પ્રકારની એસેટ છે, એ સૌ કોઈ જાણે છે. અનેક વાર તેમને 'નૉન પર્ફોમિંગ એસેટ્સ'ની જાણ કરાઈ છે.

    - સંબિત પાત્રાએ કહ્યું, ' ગાંધી પરિવાર કોઈ વ્યવસાય નથી કરતો તો તેમની આટલી સંપત્તિ ક્યાંથી આવી? અમારી પાર્ટી આ બાબતનો ખુલાસો કરશે. '

    આ પણ વાંચો:  સ્મૃ‍તિ ઈરાનીએ ટ્વિટર પર ઉડાવી રાહુલ ગાંધીની મજાક, કોંગ્રેસે આપ્યો આ જવાબ



    - પાત્રાનો આક્ષેપ છે કે, ' ગાંધી પરિવારે બ્લેક મનીને વ્હાઇટ મની કરવાનું કામ કર્યુ છે. રાહુલ, પ્રિયંકા, રૉબર્ટ વાડ્રાએ જમીનનો શંકાસ્પદ સોદો કર્યો હતો. '

    આ પણ વાંચો: અમિત શાહે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને કર્યા વેધક સવાલો

    - સંબિત પાત્રાનો એવો પણ દાવો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે 5 એકરનું ફાર્મ હાઉસ છે, જેનું નામ ઇન્દિરા ફાર્મ હાઉસ છે. '

    -ભાજપના પ્રવકત્તાનો આક્ષેપ છે, '6.4 લાખ રૂપિયાના માસિક ભાડે ઇંદિરા ફાર્મ હાઉસ આપવામાં આવ્યું છે. એક બનાવટી કંપણી જેણે 'NLEL' ગોટાળો કર્યો તેને રાહુલ, પ્રિયંકાએ પોતાનું ફાર્મ હાઉસ આપ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gandhi Family, Genral Election 2019, Loksabha election 2019, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર