કોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ BJPનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

કોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ BJPનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ
પ્રદર્શનની તસવીર

પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ પર પોલીસ લાઠીચાર્જ પણ કર્યો હતો. અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો.

 • Share this:
  પશ્ચિમ બંગાળમાં ગત વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીની પહેલા ભારતીય જનાત પાર્ટી અને તૃણમૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટીના નેતા મનીષ શુક્લાની હત્યાના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓએ આજે કોલકાતામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી. જો કે બીજેપી કાર્યકર્તાઓને આ પ્રદર્શનને રોકવા માટે રાજ્ય પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ પર પોલીસ લાઠીચાર્જ પણ કર્યો હતો. અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો.

  ભાજપ કાર્યકર્તાઓએ ગુરુવારે સચિવાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાજ્યની બગડતી કાનૂન વ્યવસ્થાને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ પણ થઇ હતી. ભાજપના કાર્યકર્તાના પ્રદર્શન જોતા સચિવાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવવામાં આવી હતી. પ્રદર્શન વખતે પોલીસે લાઠી ચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

  પોલીસની કાર્યવાહીથી નારાજ પ્રદર્શનકારીઓ પોલીસ પર પથરાવ પણ કર્યો હતો. જો કે કોઇ પણ પ્રદર્શનકારીને પોલીસે સચિવાલય સુધી જવા નહતા દીધા. પોલીસે સચિવાલયની બહાર ચારે બાજુ બેરિકેટ કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારી બેરિકેટ પાર કરી તો પોલીસે તેમની પર કૈનનનો ઉપયોગ કર્યો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા.

  વધુ વાંચો : Hathras Case : 'ટોયલેટ જતી વખતે પણ પોલીસવાળા સાથે આવે છે,' પીડિતાના પરિવારે હાઇકોર્ટમાં કરી અરજી

  તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા ભાજપે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ હત્યાઓનું મેદાન બની ગયું છે. અને રાજનૈતિક હત્યા થવી અહીં સામાન્ય વાત બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં પાર્ટીના નેતા મનીષ શુક્લાની હત્યા કરવામાં આવી હતી.

  ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાનો દાવ છે કે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં 115 ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા આ વાતનો લોકતાંત્રિક રીતે જવાબ આપશે.
  Published by:Chaitali Shukla
  First published:October 08, 2020, 15:05 pm

  ટૉપ ન્યૂઝ