BJP Executive Meet JP Nadda: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા 2023માં નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના મહત્વને રેખાંકિત કરી, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીને આ તમામ ચૂંટણીઓ જીતવા માટે કમર કસી જવાની સલાહ આપી હતી.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ ભાજપ કાર્યકારિણીમાં પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને બધાએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, 'ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે, જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.
તેમણે ભાજપને બહુ મોટી લોકતાંત્રિક પાર્ટી ગણાવી અને કહ્યું કે, લોકતાંત્ર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'કોવિડ રોગચાળા સમયે જે.પી. નડ્ડાના નેતૃત્વમાં બૂથથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સેવા એ જ સંગઠન છે, આ મંત્ર સાથે પાર્ટી આગળ વધી છે. તેમના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કોવિડ દરમિયાન લોકોની સેવા કરી હતી. જણાવી દઈએ કે, મંગળવારે ભાજપ કાર્યકારિણીનો બીજો દિવસ છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા 2023માં નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના મહત્વને રેખાંકિત કરી, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીને આ તમામ ચૂંટણીઓ જીતવા માટે કમર કસી જવાની સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ 2024માં કેન્દ્રમાં ત્રીજી મુદત માટે સત્તામાં પરત આવે તે સુનિશ્ચિત કરવા માટે તેના સંગઠનને મજબૂત કરવા માટે છેલ્લા કેટલાક સમયથી અનેક કવાયત હાથ ધરી રહી છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના કન્વેન્શન સેન્ટરમાં તેમના સંબોધનમાં, નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ ભારતની પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. પાર્ટી અધ્યક્ષે કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, મોબાઈલ ફોનનો બીજું સૌથી મોટો ઉત્પાદક, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે."
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર