ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના દીકરા હરીશના લગ્ન જયપુરની રિદ્ધિ સાથે થઈ રહ્યા છે. જેપી નડ્ડા આગામી ત્રણ દિવસ સુધી જયપુરમાં રહેશે. 25 જાન્યુઆરી સુધી નડ્ડા પોતાના દીકરા હરીશની વેડીંગ સેરેમનીનું ફંક્શન અટેન્ડ કરશે. 26 જાન્યુઆરીએ જયપુરથી તેમનો પરિવાર વહુ રિદ્ધિ સાથે વિદાય લેશે. જેપી નડ્ડા આજે 23 જાન્યુઆરીએ જયપુર આવી રહ્યા છે. નડ્ડાના દીકરાના લગ્ન હોટલ ઈંડસ્ટ્રીના બિઝનેસમેન રમાકાંત શર્માની દીકરી રિદ્ધિ સાથે થઈ રહ્યા છે. રિદ્ધિ જયપુરના એક હોટલ ગ્રુપ સાથે જોડાયેલ ખ્યાતનામ બિઝનેસમેન રમાકાંત શર્માની દીકરી અને ઉમા શંકર શર્માની પૌત્રી છે. 24 અને 25 જાન્યુઆરીએ લગ્ન સમારંભની અલગ અલગ રસમો અદા કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ વેડીંગ સેરેમની આયોજીત થશે. સાંજે પોણા સાત વાગે જાનનું સ્વાગત થશે. જ્યારે 8 વાગે વેડિંગ રિસેપ્શન કાર્યક્રમ યોજાશે. મોડી રાતે જશ્ન અને ડિનર પાર્ટીનું આયોજન કરાયું છે. વીવીઆઈપી અવરજવરને જોતા જયપુર કમિશ્નરેટ પોલીસ અને પ્રશાસન તરફ કડક સુરક્ષા ચૂસ્ત કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ લગ્ન સમારંભ બાદ દિલ્હીમાં એક અલગથી આશીર્વાદ સમારંભ આયોજીત કરવામાં આવશે.
25 જાન્યુઆરીએ જેપી નડ્ડાના દીકરાના લગ્ન રોયલ અંદાજમાં જયપુરના રાજમહેલ પેલેસ હોટલમાં યોજાશે. એટલા માટે 23 જાન્યુઆરીની સાંજે ભાજપની કારોબારી બેઠક બાદ નડ્ડા ત્રણ દિવસ જયપુરમાં લગ્ન સમારંભમાં હાજર રહેશે.
જયપુરમાં વીઆઈપી મહેમાનોની ભીડ થશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નાના દીકરા હરીશના લગ્નમાં કેટલાય રાજનેતા, બિઝનેસમેન અને હસ્તીઓ ભાગ લેશે. રાજસ્થાન ભાજપના સીનીયર લીડર લગ્નમાં હાજર રહેશે. પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, પ્રભારી અરુણ સિંહ, સંગઠન મહામંત્રી ચંદ્રશેખર, પૂર્વ સીએમ વસુંધરા રાજે, સાંસદ દીયા કુમારી, વિપક્ષ નેતા ગુલાબચંદ કટારિયા, ઉપનેતા રાજેન્દ્ર રાઠૌર, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર સિંહ યાદવ, અર્જૂનરામ મેઘવાળ, કૈલાશ ચૌધરી, કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ પ્રકાશ માથુર, ધારાસભ્ય વાસુદેવ દેવનાની, મદન દિલાવર, અનિતા ભદેલ ઉપરાંત સાંસદ કિરોડીલાલ મીણા, સીપી જોશી, બાલકનાથ, સુમેઘાનંદ સરસ્વતી સહિત કેટલાય સાંસદ, નેતા અને રાજકીય હસ્તીઓ, બિઝનેસમેન ભાગ લેશે.
મોટા દીકરાના લગ્ન પણ રાજસ્થાનમાં કર્યા
આપને જણાવી દઈએ કે, જેપી નડ્ડાના બંને દીકરાના લગ્નનો સંબંધ રાજસ્થાન સાથે છે. આ અગાઉ ફેબ્રુઆરી 2020માં જેપી નડ્ડાના મોટા દીકરા ગિરીશ નડ્ડાના લગ્ન હનુમાનગઢના રહેવાસી બિઝનેસમેન અજય જ્યાણીની દીકરી પ્રાચી સાથે થાય છે. પુષ્કરમાં ગુલાબ બાગ પેલેસમાં હિમાચલી અને રાજસ્થાની રીતિ-રિવાજથી લગ્ન થયા હતા. આ લગ્ન બાદ દિલ્હીમાં અલગથી રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. રાજસ્થાનમાંથી વિદાઈ લીધા બાદ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પૈતૃક નિવાસમાં વધૂને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર