સામ પિત્રોડાના નિવેદન પર અમિત શાહે કહ્યું- દેશની જનતા અને સેનાની માફી માંગે રાહુલ

બીજેપી અધ્યક્ષ અમિત શાહે સામ પિત્રાડાના નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે

બીજેપી અધ્યક્ષ અમિત શાહે સામ પિત્રાડાના નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે

  • Share this:
    બીજેપી અધ્યક્ષ અમિત શાહે સામ પિત્રાડાના નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે દેશ જ્યારે લોકસભા ચૂંટણી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને દેશના મતદાતાઓમાં રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો મહત્વપૂર્ણ બની ગયો છે. એવા સમયમાં જે કોંગ્રેસના વિદેશી મામલાઓના પ્રભારી સામ પિત્રોડાનું નિવેદન આવ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, સામ પિત્રોડાના નિવેદન પર રાહુલ ગાંધીએ દેશની જનતા અને સેનાની માફી માંગવી જોઈએ.

    અમિત શાહે કોંગ્રેસ પર સવાલ પૂછતા કહ્યું કે, શું કોંગ્રેસ પાર્ટી પુલવામા જેવા જધન્ય હુમલો જેણે દેશને હલાવી દીધો, તેને તમે સામાન્ય ઘટના માનો છો? કેટલાક લોકોની હરકતોથી કોઈ દેશને દોષી ન માનવો જોઈએ, શું કોંગ્રેસ પાર્ટી માને છે કે જે આતંકવાદી ઘટનાઓ થાય છે તેનો પાકિસ્તાન સાથે સંબંધ છે કે નહીં, તે પહેલા સ્પષ્ટ કરો.

    આ પણ વાંચો, જાણો કોણ છે સામ પિત્રોડા, પુલવામા પર જેમના નિવેદનથી ઊભો થયો વિવાદ


    જો આતંકવાદ અને પાકિસ્તાનનો સંબંધ છે તો દોષી કોણ? આતંકવાદી હુમલાનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી ન આપવો જોઈએ, વાતચીતથી આપવો જોઈએ, શું આ કોંગ્રેસની આતંકવાદને ડીલ કરવાની અધિકૃત નીતિ છે? જ્યારે દેશમાં આ પ્રકારના આતંકી હુમલા થાય છે, દેશના જવાન શહીદ થાય છે અને કોંગ્રેસ અને તેના પદાધિકારી વાતચીતનો રસ્તો સૂચવે છે, તેનાથી કોંગ્રેસ સહમત છે કે નહીં?

    આ પણ વાંચો, બિહારમાં NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, શત્રુઘ્ન-શાહનવાજની ટિકિટ કપાઈ

    બીજેપી અધ્યક્ષે કહ્યું કે, 7 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું ક અરે સ્ટ્રાઇક પર જે સવાલ ઉઠ્યા છે, તેનો જવાબ મળવો જોઈએ. રાહુલ ગાંધી કોના સવાલોના જવાબ માંગે છે? ભારતીય વાયુસેના પર સંદેહ કરવો કોઈ પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે યોગ્ય નથી. તેના માટે રાહુલ ગાંધીને દેશની જનતા, શહીદોના પરિવાર અને સેનાની માફી માંગવી જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published: