બિહારની રાજધાની પટના નજીક એક ચૂંટણી સભાને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અત્યારસુધી 295 સભા કરી ચૂક્યો છું. જ્યાં પણ જાવ છું ત્યાં મોદી-મોદીના નારા લાગે છે. આ એટલા માટે કે દેશ ફરી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માગે છે. સાથે જ તેઓએ કહ્યું કે તમે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દો અમે કાશ્મીરમાંથી ધારા 370 હટાવીશું.
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી પોતાના માટે નહીં દેશ માટે જીવે છે. 20 વર્ષથી તેઓએ રજા નથી લીધઈ. જ્યારે દેશમાં ગરવમી વધે છે તો રાહુલ બાબા વિદેશ જતા રહે છે. વિદેશ પણ એવી રીતે જાય છે તેની માતાને જાણ નથી હોતી. શાહે કહ્યું કે લાલુ-રાબડી-રાહુલની સરકારમાં ઘરમાં કોઇને બિમારી થાય તો તેમના પર ઋણનો બોજ આવી જતો, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે આયુષ્માન ભારત યોજના લાવી ગરીબોને ઋણમાંથઈ મુક્ત કરાવ્યા છે.
પાટલીપુત્ર સંસદીય સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવ અંગે શાહે કહ્યું કે તેઓ દબંગ નેતા છે. પોતાની જનતા માટે કોઇપણની સાથે લડી શકે છે. રામકૃપાલ યાદવે ઉજ્વલા, બિહટા આઇઇટી, બિહટા રેલવે, બિહટા એરપોર્ટથી લઇને બઉરમાં સીવર પ્લાનનું કામ કરાવ્યું છે. રામકૃપાલના કામ ગણાવવામાં આવે તો સાત દિવસ પણ ઓછા પડે.
અમિત શાહે કહ્યું કે દસ વર્ષ પહેલા દેસમાં હુમલા થતા તો મૌની બાબા કાઇ બોલતા નહીં. પરંતુ નરેન્દ્ર મોદી ચૂપ ન રહ્યાં. સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આપ્યો. મોદી 56 ઇંચની છાતીવાળા માણસ છે. અમેરિકા, ઇઝરાયેલ બાદ ભારતનું નામ પણ એવા દેશ સાથે જોડાઇ ગયું જેઓ પોતાના જવાનોનો બદલો લે છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે જ્યારે એર સ્ટ્રાઇક થઇ તો રાહુલ બાબા અને લાલુ રાબડીને ત્યાં માતમ છવાયો હતો. લાલુ રાબડી અને રાહુલ બાબાને પાકિસ્તાન સાથે ઇલુ-ઇલુ કરવું હોય તો કરે, અમે ગોળીનો જવાબ ગોળીથી આપીશું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર