Home /News /national-international /

'આસામને નહીં બનવા દઇએ બીજુ કાશ્મીર, નાગરિક્તા બિલ તો લાવીશું જ'

'આસામને નહીં બનવા દઇએ બીજુ કાશ્મીર, નાગરિક્તા બિલ તો લાવીશું જ'

અમિત શાહ (ફાઇલ તસવીર)

    ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ આસામના પ્રવાસે છે, અહીં શાહે ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર થયેલા હુમાલામાં શહીદ 40 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

    શ્રદ્ધાંજલિ બાદ અમિત શાહે રેલીને સંબોધતા કહ્યું કે અમે આસામને વધુ એક કાશ્મીર નહીં બનવા દઇએ, આ માટે અમે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બિલ લાવીને જ રહીશું. અમે NRCની મદદથી પ્રત્યેક ઘુષણખોરને હટાવીશું, અમે આ માટે પ્રતિબદ્ધ છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ Box Office Day3 : 'ગલી બોય'ની છલાંગ, કમાણી 50 કરોડને પાર

    કેન્દ્રમાં વિપક્ષી કોંગ્રેસ અને તેમને પૂર્વ સહયોગી આસામ ગણ પરિષદની આલોચના કરતાં શાહે કહ્યું કે બંને દળોએ 1985માં કરાર પર હસ્તાક્ષર કર્યા બાદથી આટલા વર્ષો વીતી ગયા છતા આસામ કરાર લાગુ કરવા કાઇ નથી કર્યું.

    સંમ્મેલનને સંબોધિત કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે હું આસામના પુત્ર મનેશ્વર બસુમતરી અને અન્ય સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય, કારણ કે કેન્દ્રમાં આ કોંગ્રેસની સરકાર નથી, ભાજપની છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Amit shah statement, Bill in Assam, Bjp president, Citizenship Amendment Bill

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन