અમિત શાહે કર્યો ખુલાસો, યોગી આદિત્યનાથને કેમ બનાવ્યા હતા CM?

લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો.

લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો.

 • Share this:
  ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે રવિવારે જણાવ્યું કે ગૌરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યા હતા. દક્ષીણ પંથના પોસ્ટર બોય યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાના ભાજપના નિર્ણયને અનેક લોકોને ચોંકાવી દીધા હતા. સૌથી મોટો સવાલ હતો કે જેને કોઇ ઓફિશિયલ અનુભવ નથી તેને દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યા ?

  લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો, અમિત શાહે કહ્યું કે કોઇએ વિચાર્યુ ન હતું કે યોગી મુખ્યમંત્રી બનશે. અનેક લોકોએ મને કહ્યું કે તેઓએ ક્યારે નગર પાલિકા ચલાવી નથી, તેઓ એક મંહત હતા, પરંતુ મેં અને નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો કે યોગી જ મુખ્યમંત્રી બનશે, યોગી કામ કરનારા છે અને કામ કરવાની પોતાની રીતથી તેઓએ અનુભવની કમી દૂર કરી.આ દરમિયાન યોગી આદિત્યનાથ પણ મંચ પર હાજર હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ રાજકોટ પોલીસની આબરુના લીરેલીરા કરતો વધુ એક વીડિયો વાયરલ

  યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર


  ઉલ્લેખનીય છે કે 2017ની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને યુપીમાં મોટી જીત મળી હતી, પાર્ટીએ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી ન હતી, સંપૂર્ણ ચૂંટણી ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના વિકાસના વાયદા પર લડી અને જનતાએ તેમના પર મોહર લગાવી. ત્યારબાદ પાર્ટીએ ગોરખપુરમાંથી લાંબા સમય સુધી સાંસદ રહી ચૂકેલા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો.
  Published by:Sanjay Vaghela
  First published: