બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે ગિરિરાજ સિંહ બેગૂસરાયથી જ લોકસભા ચૂંટણી લડશે. બીજેપી અધ્યક્ષે ટ્વિટ કરી જણાવ્યું કે તેઓએ કેન્દ્રીય મંત્રીની વાતો સાંભળી અને સંગઠન તેમની સમસ્યાઓનું સમાધાન કરશે.
સાથોસાથ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગિરિરાજ સિંહને લોકસભા ચૂંટણી લડવાને લઈ શુભેચ્છાઓ પાઠવી. નોંધનીય છે કે નારાજ ગિરિરાજ સિંહે અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો.
श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।
ગિરિરાજ સિંહનો આરોપ હતો કે બિહારમાં કોઈ અન્ય સાંસદની સીટ બદલવામાં નથી આવી. માત્ર મારી સીટ બદલવામાં આવી છે. રાજ્ય બીજેપી નેતૃત્વ મને જણાવે કે એવું કેમ કરવામાં આવ્યું? મારી સાથે વાત કર્યા વગર પ્રદેશ બીજેપીએ મારી સીટ બદલી દીધી. મને બેગૂસરાયથી કોઈ મુશ્કેલી નથી, પરંતુ હું મારા આત્મસન્માનની સાથે સમજૂતી ન કરી શકું.
ઉલ્લેખનીય છે કે નવાદા સીટ એલજેપીના ખાતમાં ગયા બાદ ગિરિરાજ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી. ગિરિરાજ સિંહનું કહેવું હતું કે તે કોઈ પણ શરતે પોતાના સ્વાભિમાનની સાથે સમજૂતી નહીં કરે. ગિરિરાજ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે તેમેન કેન્દ્રીય નેતૃત્વથી કોઈ ફરિયાદ નથી પરંતુ રાજ્ય એકમે સીટ બદલવાનો નિર્ણય તેમને વિશ્વાસમાં લઈને લેવો જોઈતો હતો.
બેગૂસરાય સીટ પર ગિરિરાજ સિંહનો મુકાબલો સીપાીઆઈના ઉમેદવાર અને જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર સાથે થશે. મહાગઠબંધન તરફથી આરજેડી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર