આ દેશ કોઇ ધર્મશાળા નથી કે કોઇપણ આવીને વસી જાયઃ અમિત શાહ

 • Share this:
  જાગરણ ફોરમના બીજા દિવસે શનિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસી મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ દેસ કોઇ ધર્મશાળા નથી, કે કોઇપણ આવી અહીં વસવાટ કરે. તેઓએ વજન સાથે કહ્યું કે દેશના સંસાધનો પર માત્ર તેનો જ અધિકારે છે જે અહીં જન્મે છે અથવા અહીંની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. શાહે દાવો કર્યો કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે પૂર્ણ બહુમતથી સરકાર બનાવીશુ અને તેલંગણા-મિજોરમમાં પણ અમારી સ્થિતિ મજબૂત હશે.

  અહીં ક્લિક કરી વાંચો ઇશા અંબાણીનું પ્રી વેડિંગઃ હિલેરીથી સલમાન સુધી, ઉદેપૂરમાં ટોચની હસ્તીઓનો જમાવડો

  શાહે એક્ઝિટ પોલ અંગે કહ્યું કે ચૂંટણી બાદ જે એક્ઝિટ પોલ આવે છે તેનો અંદાજ એવો છે કે તે અમારા પક્ષમાં નથી હોતા પરંતુ પરિણામ અમારા પક્ષ તરફી રહ્યાં છે. વર્ષ 2019માં ચૂંટણી મુદ્દે શું થશે આ સવાલના જવાબમાં શાહે કહ્યું કે વિકાસ અને રામ મંદિરમાંથી આ બંને મુદ્દે ચૂંટણી લડી નથી રહ્યાં. કોંગ્રેસ તો રામ મંદિરના મુદ્દે મોઢું દેખાડવા લાયક નથી. રામ મંદિર બનાવવું અમારા ચૂંટણી ઘોષણાપત્રનો મુદ્દો હતો અને અમે સાર્વજનિક રૂપથી કહી રહ્યાં છીએ કે ત્યાં દરેક સ્થિતિમાં બની શકે એટલી ઝડપી રામ મંદિર બનાવવું જોઇએ. ભવિષ્યમાં દેશના પ્રધાનમંત્રી બનવા અંગે શાહે કહ્યું કે ભાજપમાં આ પાર્ટી નક્કી કરે છે અને હાલ પાર્ટીમાં મારાથી વરિષ્ઠ 15 લોકો છે.

  એનઆરસી પર તેઓએ કહ્યું કે આ ભાજપની સાથે જોડીને ન જોવું જોઇએ. આ દેશ આવી રીતે ન ચાલી શકે કે કોઇ પણ બહારનું આવી અહીં વસી જાય. આ દેશમાં એવા જ લોકોને રહેવાનો અને સંસાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે જે અહીં જન્મ લે છે અથવા અહીંની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. 70 વર્ષથી ઘુષણખોરોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભાજપનું સ્પષ્ટ માનવું છે કે તેઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા જોઇએ. ઘુષણખોરો દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે અને આ દેશ કોઇ ધર્મશાળા નથી.

  આ પણ વાંચો ભારતના 7 વર્ષના ટેણિયાનો બોલ થયો ફૂલ સ્વિંગ, શેન વોર્ને પણ કર્યા વખાણ !
  Published by:Sanjay Vaghela
  First published: