અરૂણ જેટલીનું જીવન પારદર્શકઃ અમિત શાહ

Parthesh Nair | IBN7
Updated: December 21, 2015, 9:21 PM IST
અરૂણ જેટલીનું જીવન પારદર્શકઃ અમિત શાહ
નવી દિલ્હી# DDCAમાં કથિત ગોટાળાને લઇને આમ આદમી પાર્ટી અને ખુદ પોતાની જ પાર્ટી ના સાંસદ કીર્તિ આઝાદના નિશાના પર આવેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીના પડખે બીજેપી પાર્ટી પૂરી તાકાત સાથે ઉભી છે. ખુદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જેટલીની છબીને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે ક્યારેય સફળ રહેશે નહીં.

  • IBN7
  • Last Updated: December 21, 2015, 9:21 PM IST
  • Share this:
નવી દિલ્હી# DDCAમાં કથિત ગોટાળાને લઇને આમ આદમી પાર્ટી અને ખુદ પોતાની જ પાર્ટી ના સાંસદ કીર્તિ આઝાદના નિશાના પર આવેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીના પડખે બીજેપી પાર્ટી પૂરી તાકાત સાથે ઉભી છે. ખુદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જેટલીની છબીને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે ક્યારેય સફળ રહેશે નહીં.

અમિત શાહે કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીની સરકારે એક તપાસ પંચ નિમ્ણુંક કરવા અને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ DDCA કેવી રીતે દિલ્હી સરકારના અંડર આવે છે, એ જોવાની વાત છે. શાહે જેટલીના બચાવમાં કહ્યું કે, જેટલીએ એક માનહાનિનો કેસ ફાઇલ કર્યો છે, જે યોગ્ય છે. તેમનું સામાજિક જીવન પારદર્શક છે.

અમિત શાહે કહ્યું કે, જેટલીનું જે ઉચ્ચ માન અને પ્રતિમાન સમાજમાં બનેલું છે, તેને કોઇ ઘટાડી શકશે નહીં. બીજેપી પક્ષ પુરી રીતે તેમના પડખે ઉભી છે. જેટલીએ કશું નથી કર્યું અને આમ આદમી પાર્ટી આ મુદ્દા પર રાજકારણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જેટલીના વિરૂદ્ધ મોર્ચો ખોલ્યા બાદ પહેલા કીર્તિ આઝાદે પ્રેસ કોન્ફરન્સ યોજી DDCAમાં ગોટાળાનો આરોપ લગાવ્યો અને ત્યાર બાદ આજે સંસદમાં આ મામલામાં જેટલીને ઘેરવામાં આવ્યા હતા.
First published: December 21, 2015
વધુ વાંચો
अगली ख़बर