Home /News /national-international /#Baithakમાં અમિત શાહઃ 2014થી પણ સૌથી મોટી બહુમત સાથે 2019માં સરકાર બનાવીશું

#Baithakમાં અમિત શાહઃ 2014થી પણ સૌથી મોટી બહુમત સાથે 2019માં સરકાર બનાવીશું

બેઠકમાં અમિત શાહ

તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, 2014થી પણ સૌથી મોટી બહુમત સાથે 2019માં સરકાર બનાવીશું.

  દેશના બદલાતી રાજનૈતિક હાલાત અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ અંગે પાર્ટીઓની રણનીતિ પર ચર્ચાની સાથે મોદી સરકારના ચાર વર્ષે કેવી પરિસ્થિતિ છે તે જાણવાના ન્યૂઝ18 ઇન્ડિયાની "બેઠક"માં પ્રયાસ કરવામાં આવશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહેમાન બન્યા હતા. તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, 2014થી પણ સૌથી મોટી બહુમત સાથે 2019માં સરકાર બનાવીશું.

  આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, અમારી પાસે સૌથી લોકપ્રિય ચહેરો છે. તેમણે વધું કહ્યું હતું કે, સહયોગીઓને છોડવું અમારા માટે મુશ્કેલ છે. દેશની જનતાએ નક્કી કરવાનું છે કે, મજબૂત સરકાર જોઇએ કે મજબૂર સરકાર જોઇએ. અમે ગઠબંધનની સરકાર બનાવી છે પરંતુ દેશહિત માટે સમજૂતી નહી કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક ખોટાણું વારંવાર કહેવાથી એ સત્ય બની નથી જતું. મોબ લિંચિંગની દરેક ઘટના ઉપર કઠોર કાર્યવાહી થઇ છે. ઉત્તર પ્રદેશમાં અમારી સરકારે ગુંડારાજ ખતમ કરી દીધું છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આસામ એકોર્ડ રાજીવ ગાંધીએ સાઇન કર્યું હતું. આસામ એકોર્ડનો મુખ્ય મુદ્દો એનઆરસી હતો. કોંગ્રેસમાં એનઆરસી લાગુ કરવા માટે દમ નથી. NRC ઉપર રાહુલ ગાંધી પોતાનું વલણ નક્કી કરે. આસામમાં એનઆરસીનો નિર્ણય થયા બાદ દેશના બાકીના ભાગમાં નિર્ણય કરવામાં આવશે.

  અમિત શાહે કહ્યું કે, બંગાળમાં કાયદો વ્યવસ્થા ઠીક નથી. કાર્યકર્તાઓ ઉપર બંગાળમાં અત્યાચાર થાય છે. પંશ્વિમ બંગાળમાં બીજેપી 22થી વધારે સીટો જીતશે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં બીજેપીની સહયોગી રહેલી પીડીપીના આરોપ ઉપર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, દેશમાં 19 રાજ્યોની જનતા બીજેપી સાથે છે.

  અમિત શાહે કહ્યું કે, પૂર્વોત્તર ભારતમાં અમારા મૂળિયા મજબૂત છે. બંગાળમાં અમે બીજા નંબરની પાર્ટી છીએ. ઓડીસામાં પણ અમે નંબર 2 પર આવી ગયા છીએ. રાજનીતિ કેમેસ્ટ્રી હોય છે ફિઝિક્સ નહીં, બે ચિજો ભેગી થાય ત્યારે ત્રીજી વસ્તુ બની જાય છે એમ તેમણે ઉમેર્યું હતું. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને એસપીના ગઠબંધનની કોઇ અસર નહીં થઇ. ઇવીએમનો વિરોધ કેજરીવાલ, કોંગ્રેસ, મમતા જેવા લોકો કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ઇવીએમના સરકારમાં બેઠા છે.

  અમિત શાહે ફરીથી રાજસ્થાનમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શાહે કહ્યું કે, બીજેપી રાજસ્થાનમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવાશે. સાથે સાથે તેણે કહ્યું કે, રામ મંદિર મામલામાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેથી કોઇ ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ હારનો જવબા ઇવીએમમાં નહીં, પરંતુ જનતા વચ્ચે શોધે.

  બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, પાંચ વર્ષ પહેલા દેશની આર્થિક સ્થિતિ વધારે સારી ન્હોતી, અમે સ્થિતિને બદલી છે. સર્જિકલ સ્ટ્રાઇકથી અમે પાકિસ્તાને જડબાતોડ જવાબ આવ્યો છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકારે સ્વ રોજગારી ઉપર વધારે કામ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે સ્વ રોજગાર થકી 12 કરોડ લોકોને રોજગાર આપ્યો છે. તેમણે કહ્યુંકે, બીજેપી પાસે 11 કરોડ કાર્યકર્તાઓ છે. બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે સામાન્ય સંમતીની રાજનીતિ ખતમ કરી દીધી છે. અમે દેશને એક એવા મજબૂત નેતા આપ્યા છે કે, તેઓ દેશની નિરંતર સેવા કરી રહ્યા છે. 20 કલાક કામ કરે છે અને હંમેશા દેશ વિશે જ વિચારે છે.

  તેમણે રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીને લઇને દાવો કર્યો છે કે, આમાં ભાજપના ઉમેદવારની જીત થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં ઉપ સભાપતિની ચૂંટણી જીતવામાં માટે એનડીએ અને કોંગ્રેસ ની સહોયગી પાર્ટીઓ પાસે પુરતી સીટો નથી. ઉપસભાપતિની ચૂંટણી જીતવા માટે એનડીએને એઆઇડીડીએણકે અને બીજેડી અને નિર્દલિય સાંસદોના મતોની જરૂર પડશે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: 2019 election, Amit shah, Baithak, Bharatiya Janata Party, Bjp president, પીએમ નરેન્દ્ર મોદી

  विज्ञापन
  विज्ञापन