ભાજપા અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ, એઇમ્સમાં દાખલ કરાયા

ભાજપા અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ, એઇમ્સમાં દાખલ કરાયા

અમિત શાહે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી

 • Share this:
  ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો છે. અમિત શાહને નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને સ્વાઇન ફ્લૂ થયો છે. તેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાથી જલ્દી સાજો થઈ જઈશ.

  અમિત શાહને છાતીમાં થોડો દુખાવો થતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ હતી જેથી એઈમ્સના દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી અમિત શાહે ટ્વિટ કરીને પોતાને સ્વાઇન ફ્લૂ થયો હોવાની માહિતી આપી હતી.  દિલ્હી એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે તેમને એઇમ્સના વોર્ડ નંબર 301માં ભરતી કરવામાં આવ્યા છે.

  આ સપ્તાહે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રેલી કરવાના હતા. તેમની પ્રથમ રેલી 20 જાન્યુઆરીએ માલદા જિલ્લામાં થવાની છે. જોકે હવે લાગી રહ્યું છે કે તેમની રેલી હવે થોડા દિવસો માટે ટાળી દેવામાં આવશે.

  આ પણ વાંચો - રાહુલ ગાંધીને જેટલીની ચિંતા, કહ્યું - હું અને કોંગ્રેસ પાર્ટી 100% તેમની સાથે
  Published by:Ashish Goyal
  First published: