અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, "દેશનો IQ તમારાથી વધારે છે"

ભાજપ અધ્યક્ષ અમિત શાહ

રાફેલ ફાઇટર વિમાન કરારની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે કરાવવાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માંગણી ઉપર ભાજપ અધ્યક્ષ અમિત શાહે વળતો જવાબ આવ્યો હતો.

 • Share this:
  રાફેલ ફાઇટર વિમાન કરારની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે કરાવવાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માંગણી ઉપર ભાજપ અધ્યક્ષ અમિત શાહે વળતો જવાબ આવ્યો હતો. અમિત શાહેર જેપીસીને ‘જૂઠ્ઠી પાર્ટી કોંગ્રેસ’ ગણાવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષનું રાષ્ટ્રને મુરખા બનાવવાનું જુઠ્ઠાણું સ્પષ્ટ છે. અમિત શાહે ટ્વિટર પર આપેલા જવાબમાં ગાંધીના ટ્વીટને ટેગ કર્યું છે. શાહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે અલગ અલગ સ્થળો પર વિમાનની કિંમત અલગ અલગ બતાવી છે.

  પોતાના ટ્વીટમાં ગાંધીએ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા રાફેલ કરારનો બચાવ કરવાને લઇને નાણાંમંત્રી અરુણ જેટલી ઉપર શાબ્દીક હુમલો કર્યો હતો. શાહે ટ્વીટ કર્યું કે "તમે રાફેલની કિંમત દિલ્હી, કર્ણાટક, રાયપુર, હૈદરાબાદ, જયપુર અને સંસદમાં અલગ અલગ બતાવી છે. જેમાં દેશને મુરખ બનાવવાનું તમારું જુઠ્ઠાણું સ્પષ્ટ છે. પરંતુ રાષ્ટ્રનું આઇક્યુ સૌથી વધારે છે."  રાહુલ ગાંધી તરફથી જેપીસી તપાસની માંગણી અને 24 કલાકમાં જેટલીને જવાબ આપવાના વ્યંગાત્મક સુચન ઉપર શાહે કહ્યું કે, "24 કલાક કેમ? જ્યારે તમારી પાસે તમારી જેપીસી ખોટી પાર્ટી કોંગ્રેસ છે. "

  આ પહેલા રાફેલ ડીલને લઇને કોંગ્રેસના આરોપ ઉપર નાણાંમંત્રી અરુણ જેટલીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, રાહુલ ગાંધી આ મુદ્દા ઉપર ખોટું બોલી રહ્યા છે. સર્જરી પછી નાણાંમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે પહેલા ઇન્ટરવ્યું કહ્યું હું કે, " કોંગ્રેસે કિંમતોને લઇને જે આરોપ લગાવ્યા છે એ સંપૂર્ણપણે ખોટા છે."
  Published by:ankit patel
  First published: