Home /News /national-international /

અમિત શાહે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને કર્યા વેધક સવાલો

અમિત શાહે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને કર્યા વેધક સવાલો

    ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર ઉઠાવેલા સવાલો પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધ્યું છે. શનિવારે શાહે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું- સામ પિત્રોડાનું નિવેદન દુ:ખદ છે. કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે. પિત્રોડાએ તેમના નિવેદન પર દેશની માંફી માંગવી જોઈએ. સાથે જ તેઓએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને જ્ઞણ વેધક સવાલો કર્યા હતા.

    અમિત શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માગુ છું કે તેઓ સામ પિત્રોડાના સ્ટેટમેન્ટ સાથે સમર્થન આપે છે કે પુલવામા હુમલો કોઇ સામાન્ય ઘટના હતી ?

    અન્ય એક સવારમાં અમિક શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે પાકિસ્તાન અને તેની મિલિટરીનો આતંકવાદ સાથે કોઇ સંબંધ નથી તથા આતંકવાદ માટે પાકિસ્તાન જવાબદાર નથી શું રાહુલ ગાંધી આ વાતથી એગ્રી છે ?

    અહીં ક્લિક કરી વાંચોઃ ધોનીની સાદગીનાં દિવાના થયા ફેન્સ, લોકોની ડિમાન્ડ પર વગાડી સીટી

    વધુમાં અમિત શાહે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીને પુછવા માગું છું કે આતંકી હુમલાઓ પર શાંતિપૂર્ણ વાર્તા થવી જોઇએ તથા સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ન થવી જોઇએ ? શું કોંગ્રેસ પાર્ટીની આતંકવાદ સામે આવી પોલીસી છે ?

    શાહએ કહ્યું જયારે દેશના લોકો આતંકવાદથી ત્રાસેલા છે ત્યારે શું અમે વાતચીત કરીએ, શું કોંગ્રેસ અધ્યક્ષ આ વાત સાથે સહમત છે. કોંગ્રેસ દરેક ચૂંટણી આવવાની સાથે તૃષ્ટિકરણ અને વોટ બેન્ક પર રાજકારણ કરે છે. તે તેમની પરંપરા છે. ઘણાં વર્ષોથી કોંગ્રેસે તેના બીજ વાવ્યા છે. શું વોટ બેન્કનું રાજકરણ શહીદો પર થઈ શકે છે. કોંગ્રેસના નેતાના આ નિવેદનથી શહીદોનું અપમાન થયું છે. સુરક્ષા પર સવાલ સર્જાયા છે. આ સિવાય આતંકવાદીઓનું મનોબળ વધ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Air Strike, Bjp president, અમિત શાહ, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन