Home /News /national-international /અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને કનિમોઝીએ રાજ્યસભાથી આપ્યા રાજીનામા

અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને કનિમોઝીએ રાજ્યસભાથી આપ્યા રાજીનામા

અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને કનિમોઝી (ફાઇલ ફોટો)

ગાંધીનગર સીટથી જીત્યા બાદ અમિત શાહ પહેલીવાર લોકસભા પહોંચ્યા છે

ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, ડીએમકે નેતા કનિમોઝીએ પણ રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય નેતાઓએ હાલમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પોત-પોતાની પાર્ટીઓથી જીત નોંધાવી છે. અમિત શાહ પહેલીવાર લોકસભા પહોંચ્યા છે. તેઓએ ગાંધીનગર લોકસભા સીટથી કોંગ્રેસના સી જે ચાવડા સામે જીત નોંધાવી છે. રવિશંકર પ્રસાદે બિહારની પટના સાહિબ સીટ પર કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા સામે જીત નોંધાવી છે.

આ પણ વાંચો, જેટલીનો મોદીને પત્ર : 'તબીયત ઠીક નથી, નવી સરકારમાં ન આપો પદ'

રાજ્યસભા સચિવાલય તરફથી જાહેર થયેલા સર્કુલર મુજબ બુધવારે ત્રણેય સભ્યોએ પોતાના પદથી રાજીનામા આપી દીધા. જેમાં અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને કનિમોઝી સામેલ છે.

એવું નથી કે માત્ર ભાજપના રાજ્યસભા સાંસદોએ જ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. દ્રમુકની કનિમોઝીએ પણ આ ચૂંટણીમાં પહેલી જીત મેળવી છે. તેઓએ તુઠુક્કડી સીટથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જોકે, કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સભ્ય બી કે હરિપ્રસાદ બેંગલુરુ દક્ષિણ સીટ પર હારી ગયા હતા.
First published:

Tags: Amit shah, Lok sabha election 2019, Ravi shankar prasad, Resignation, રાજ્યસભા